જમ્મુ-કાશ્મીર/ કુલગામમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

Top Stories India
sena કુલગામમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. રવિવારે બપોરથી જ આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી વિસ્ફોટક અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

કુલગામના હુસૈનપુરા ગામમાં રાતોરાત થયેલા આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને આ સફળતા મળી છે. આતંકવાદીઓ વિશે કહેવામાં આવી રહ્યું છે કે બંને અલબદર મુજાહિદ્દીન સાથે સંબંધિત છે અને બંને સ્થાનિક છે. જો કે પોલીસ દ્વારા બંનેના નામ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ એન્કાઉન્ટર રવિવારે ત્યારે શરૂ થયું જ્યારે આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા. આ પછી, આ આતંકવાદીઓ રાતોરાત ઓપરેશનમાં માર્યા ગયા. આ વર્ષે 9 દિવસની આ સાતમી એન્કાઉન્ટર છે, જેમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 13 આતંકીઓને ઠાર કર્યા છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાતોરાત અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે બડગામ જિલ્લાના જોલવા ગામમાં ગુરુવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, “માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. એન્કાઉન્ટર સાઇટ પરથી ત્રણ AK56 રાઇફલ્સ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.” તેમણે કહ્યું કે એક આતંકવાદીની ઓળખ વસીમ તરીકે કરવામાં આવી છે, જે શ્રીનગરનો રહેવાસી હતો.