Domestic Violence/ પુત્રીને જન્મ આપતાં સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી, દહેજ પણ માંગ્યું,રાજકોટ મહિલા પોલીસમાં નોંધાઈ ફરિયાદ

દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ કેટલાક ઘરોમાં દીકરીને સાપનો ભારો માનવામાં આવે છે. અમદાવાદની આયશા જેવી કેટલીય આયેશાના બલિદાનનો કોઈ અર્થ નહીં સરે

Gujarat
sasre tras rajkot પુત્રીને જન્મ આપતાં સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી, દહેજ પણ માંગ્યું,રાજકોટ મહિલા પોલીસમાં નોંધાઈ ફરિયાદ

દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ કેટલાક ઘરોમાં દીકરીને સાપનો ભારો માનવામાં આવે છે. અમદાવાદની આયશા જેવી કેટલીય આયેશાના બલિદાનનો કોઈ અર્થ નહીં સરે જ્યાં સુધી સમગ્ર સમાજમાં સુધારો નહીં આવે.રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક પરિણીતાએ શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગે સુરત રહેતા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, ‘જેઠાણી જો કેટલો કરિયાવર લાવી છે’ એમ કહીને સાસુએ ચોટલો પકડી ઘરની બહાર કાઢી મૂકી હતી.

rajkot mahila police પુત્રીને જન્મ આપતાં સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી, દહેજ પણ માંગ્યું,રાજકોટ મહિલા પોલીસમાં નોંધાઈ ફરિયાદ

Covid vaccine / કૃષિમંત્રી આર.સી.ફળદુ એ પણ લીધી વેક્સિન, આમ જનતાને અપીલ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટશહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ભારતીનગરમાં રહેતા હેતલબેન ઠાકોર નામની પરિણીતાએ સુરત રાંદેર રોડ ઉપર રહેતા પતિ ધવલ અશ્વિનભાઈ ઠાકોર અને સાસુ વર્ષાબેન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2011માં તેના લગ્ન થયા હતા. સંતાનમાં બે દીકરી છે. છેલ્લા 4 મહિનાથી મહિલા તેના માવતર સાથે છે. લગ્ન બાદ સાસુ દરરોજ ત્રાસ ગુજારતા હતા અને ચોટલો પકડી ઘરમાંથી કાઢી મુકતા હતા.સાસુના ત્રાસથી કંટાળીને ફરિયાદ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, સાસુ, તું કઈ લાવી નથી, તારી જેઠાણી જો કેટલો કરિયાવર લાવી છે. તેમ કહી મેણાંટોણાં મારતા હતા. તું કંઈ નથી લાવી તેમ કહી ગર્ભવતી હોવા છતાં ઝઘડો કરતા હતા. પુત્રીનો જન્મ થતા તે બાબતે ત્રાસ આપતા હતા. જેથી અલગ રહેવા જતા પતિએ પણ ત્રાસ આપી મારકૂટ કરી છુટ્ટાછેડાની ધમકી આપી હતી.​​​​​​​

Uttarakhand: संतान न होने पर ससुराल में सबने मिलकर पीटा, फिर पति ने तीन  तलाक कहकर घर से निकाला। Husband expels wife from home by saying  talaq-talaq-talaq– News18 Hindi

નિધન / પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના વડા દાદી હૃદય મોહિનીનું 93 વર્ષની વયે નિધન, ભક્તો શોકમય

પોતાની પર થતા અત્યાચાર તો કોઈ પણ સ્ત્રી હસતા મોઢે સહન કરી લેતી હશે પરંતુ જ્યારે સંતાન ની વાત આવે છે ત્યારે આ માતા રણચંડી બની જતાં વાર લાગતી નથી.પુત્રી પર થતા અત્યારચાર અંગે વાત કરતા મહિલાએ જણાવ્યું હતું કે, પતિ ઘણીવાર પુત્રી ઉપર પણ હાથ ઉપાડી લેતા હતા. હું બીજીવાર ગર્ભવતી બની ત્યારે ડિલિવરી ક્યાં કરવી તે બાબતે પતિએ ઝઘડો કરી હેરાન કરી હતી. એટલું જ નહિ તું મરી જ હું તને અને તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…