રાજ્યસભાના ઉમેદવાર/ મહારાષ્ટ્રમાં ઇમરાન પ્રતાપગઢીનું નામ રાજ્યસભામાં માટે જાહેર કરતા કોંગ્રેસમાં હોબાળો,પ્રદેશ મહાસચિવે આપ્યું રાજીનામું

ઇમરાન પ્રતાપગઢીનું નામ રાજ્યસભામાં માટે જાહેર કરતા જ કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે. ઘણા નેતાઓએ આ નિર્ણયની ટીકા કરી હતી.

Top Stories India
6 29 મહારાષ્ટ્રમાં ઇમરાન પ્રતાપગઢીનું નામ રાજ્યસભામાં માટે જાહેર કરતા કોંગ્રેસમાં હોબાળો,પ્રદેશ મહાસચિવે આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મહાસચિવે રાજીનામું આપી દીધું છે. ઈમરાન પ્રતાપગઢીને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવતા કોંગ્રેસમાં વિખવાદ શરૂ થયો છે. ઇમરાન પ્રતાપગઢીનું નામ રાજ્યસભામાં માટે જાહેર કરતા જ કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે. ઘણા નેતાઓએ આ નિર્ણયની ટીકા કરી હતી.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે પણ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે ઈમરાન પ્રતાપગઢીની જગ્યાએ મુકુલ વાસનિકને મહારાષ્ટ્રથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવે. વાસનિક રાજસ્થાનથી ચૂંટણી લડી રહ્યા છે.

દેશમુખે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેઓ ઈમરાન પ્રતાપગઢીને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવાના વિરોધમાં છે. તેમણે લખ્યું, આ રીતે બહારના વ્યક્તિને ઉમેદવાર તરીકે થોપવાથી પાર્ટીને ફાયદો થવાનો નથી.

દેશમુખે 2014માં ભાજપની ટિકિટ પર કાટોલ વિધાનસભા બેઠક જીતી હતી. બાદમાં તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ઘણા મહેનતુ અને સક્ષમ વર્કર્સ છે, તેમની પાસે સારો અનુભવ પણ છે. જો કોઈ બહારની વ્યક્તિ આ રીતે લાદવામાં આવે તો તે રાજકારણમાં હળવાશ લાવશે. કોંગ્રેસ નબળી પડી જશે. તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી કે તેઓ રાજ્ય માટે કામ કરશે.