Rajasthan/ નાગૌરમાં સગીરાએ આપ્યો બાળકને જન્મ, ભાઈ સહિત ચાર લોકો પર દુષ્કર્મનો ગુનો દાખલ

રાજસ્થાનનાં નાગૌર જિલ્લામાં સોમવારે પોલીસે યુવતી પર દુષ્કર્મ ગુજારવાના મામલે સોમવારે સગીરનાં ભાઈ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી….

India
1st 18 નાગૌરમાં સગીરાએ આપ્યો બાળકને જન્મ, ભાઈ સહિત ચાર લોકો પર દુષ્કર્મનો ગુનો દાખલ

રાજસ્થાનનાં નાગૌર જિલ્લામાં સોમવારે પોલીસે યુવતી પર દુષ્કર્મ ગુજારવાના મામલે સોમવારે સગીરનાં ભાઈ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. રવિવારે રાત્રે યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ આ વાત બહાર આવી હતી.

આ કેસ વિશે માહિતી આપતાં પાદુકાલન પોલીસ સ્ટેશનનાં સ્ટેશન હાઉસ ઓફિસર નરોત્તમ સિંહે કહ્યું કે, “યુવતી 14 વર્ષની છે અને અપરિણીત છે. આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુવતી અને તેના પરિવારજનો રવિવારે અજમેરની ઝાના હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં ડોકટરોએ તેના બાળકને સુરક્ષિત ડિલિવરી કર્યા બાદ અમને જાણ કરી કે મા સગીર છે.” નરોત્તમસિંહે જણાવ્યું હતું કે, સગીર, તેના બાળકની સાથે, પોલીસ અને તબીબી દેખરેખ હેઠળ છે. તેના પરિવારનાં નિવેદનોનાં આધારે તેના ભાઇ અને અન્ય ત્રણ ગ્રામજનો પર જાતીય ગુનાઓથી બાળકોનાં સંરક્ષણ અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલ છે.

“તેમણે કહ્યુ કે, તેમના પરિવારનાં સભ્યોએ સ્વીકાર્યું કે, તેના ભાઈ અને તે જ ગામનાં અન્ય ત્રણ લોકોએ તેની સાથે ઘણી વખત દુષ્કર્મ ગુજાર્યો હતો.” જ્યારે એસએચઓને આરોપીની ઉંમર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાશે અને નવજાત બાળક વધુ વિગતો જાહેર કરશે.

કોરોના તો ઠીક છે અને બધી વાત સાચી, પણ હવે સ્કૂલો ક્યારે ખુલશે…?

ખેડૂત આંદોલનમાં નીતિન ગડકરી ઝુકાવ્યું, કહ્યું – સરકાર સારા સૂચનો સ્વીકારવા તૈયાર

અજીત ડોવલની મોટી જીત, હવે માલદીવમાં છુપાયેલા દેશનાં દુશ્મનો નહીં બચે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો