Not Set/ પીપળીયા ગામે ડી.જેના તાલે વરઘોડોમાં ઝૂમ્યા 500 થી વધુ લોકો, સરકારનો પરિપત્ર ધોળીને પી ગયા ગ્રામજનો

વડોદરા શહેર-જિલ્લામાં કાતિલ કોરોના ઘાતક સ્વરૂપ ધારણ કરતો જાય છે. તેમ છતાં પણ લોકો આ જીવલેણ વાયરસને સીરીયસ નથી લઇ રહ્યા અને પોતાની ખુશી માટે અનેક લોકોનાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

Gujarat Vadodara
A 299 પીપળીયા ગામે ડી.જેના તાલે વરઘોડોમાં ઝૂમ્યા 500 થી વધુ લોકો, સરકારનો પરિપત્ર ધોળીને પી ગયા ગ્રામજનો

વડોદરા શહેર-જિલ્લામાં કાતિલ કોરોના ઘાતક સ્વરૂપ ધારણ કરતો જાય છે. તેમ છતાં પણ લોકો આ જીવલેણ વાયરસને સીરીયસ નથી લઇ રહ્યા અને પોતાની ખુશી માટે અનેક લોકોનાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હાલ વડોદરાના પીપળીયા ગામે ડેસરમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. અહીં 500 થી વઘુ લોકો વરઘોડોમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં અહીં આ વરઘોડોમાં લોકો ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :પોતાને મૃત બતાવી વીમો પકવવા ગયો પરંતુ પોતાની બિછાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો

એટલું જ નહીં અહીં તલવારબાજી ના સ્ટંટ કરતા વરઘોડિયાઓ પણ જોવા મળ્યા હતા. જ્યા સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમો ધજાગરા ઉડ્યા હતા, ત્યારે કોરોના સંક્રમણ વધુ ફેલાશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

આ પણ વાંચો :સુરત શહેરમાં ફરી એક વખત રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી

રાજ્યમાં ગઈકાલે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 93,63,159 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 19,32,370 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ક્ષિતિજ પરની સિદ્ધિઓ હાંસલ કરવા હંમેશા તત્પર રહેતાં અરૂણનો જાણે મધ્યાહને અસ્ત થયો : વિજય પટેલ

આ પણ વાંચો :રાજકોટમાં પરિવારજનોને મોતના મુખમાં ધકેલાતા જોઈ લોકો રોષે ભરાયા, 200 લોકોના ટોળાએ ઝપાઝપી કરી ચલાવી લૂંટ

Untitled 43 પીપળીયા ગામે ડી.જેના તાલે વરઘોડોમાં ઝૂમ્યા 500 થી વધુ લોકો, સરકારનો પરિપત્ર ધોળીને પી ગયા ગ્રામજનો