Rajkot/ રાજકોટમાં કોરોનાનો હાહાકાર 24 કલાકમાં થયા વધુ 12નાં મોત, 91 થયા ડિસ્ચાર્જ

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર વધુ 12 દર્દીઓના કોરોનાનાં કારણે મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11200 પર પહોંચી છે.

Gujarat Rajkot
corona 38 રાજકોટમાં કોરોનાનો હાહાકાર 24 કલાકમાં થયા વધુ 12નાં મોત, 91 થયા ડિસ્ચાર્જ

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર વધુ 12 દર્દીઓના કોરોનાનાં કારણે મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11200 પર પહોંચી છે. જ્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં 770 દર્દીઓ સારવાર હેઠળ છે રાજકોટમાં ગુરુવારે 91 દર્દીઓને કોરોનાની સારવાર બાદ સાજા થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે હોટલ રેસ્ટોરન્ટ સહિતના વિભાગોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ સાથે સુપર સ્પ્રેડર ગણાતા લોકોના કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 16605 પહોંચી છે, રાજકોટમાં બે દિવસ સુધી રોજના 10 દર્દીઓના મોત થયા બાદ ગુરુવારે વધારે 6ના મોત નિપજયા હતા. આરોગ્ય શાખાએ સુપર સ્પ્રેડરને શોધી ચેપ અટકાવવા માટે કામગીરી હાથ ધરી હતી.જેમાં ફેરિયાઓ અને ડિલિવરીમેનનાં સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા ‌

ગુરુવારે ચંદ્રેશનગર એસ.કે ચોક, ગુરુપ્રસાદ ચોકના હોકર્સ ઝોનમાં સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા ચંદ્રનગરમાં 116નાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1 કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું, જ્યારે એસ.કે ચોક માં 134 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 2 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા, ગુરુપ્રસાદ ચોકમાં 35 ટેટુ કરવામાં આવ્યા હતા જેમાંથી કોઈપણ પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો આ રીતે કુલ 300 લોકોના સ્ક્રીનીંગ અને 243 લોકોના ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…