Not Set/ પાટીલને ખબર જ નથી કે રાજકોટમાં ૩૦ કલાક સુધી પરિવારજનોને મૃતદેહ મળતા નથી

સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ બદતર થઇ રહી છે, ત્યારે માત્ર મહાનગરોમાં નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ સુધી કામ કરવું પડે તેમ છે. મહાનગરોની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે જસદણ-વીંછિયામાં

Top Stories Gujarat
cr rajkot 17 apr પાટીલને ખબર જ નથી કે રાજકોટમાં ૩૦ કલાક સુધી પરિવારજનોને મૃતદેહ મળતા નથી

સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ બદતર થઇ રહી છે, ત્યારે માત્ર મહાનગરોમાં નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ સુધી કામ કરવું પડે તેમ છે. મહાનગરોની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે જસદણ-વીંછિયામાં આજે 100 બેડની સુવિધા સાથેની હીરાના કારખાનામાં કોવિડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ હાજરી આપવા માટે પહેલા રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા.

રાજકોટમાં પરિવારજનોને મૃતદેહો મળતાં નથી એ સ્થિતિથી સી.આર.પાટીલ અજાણ

જસદણ અને વીંછિયા  કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા પહેલા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડ મળતા નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી ઓ સ્થિતિ વિશે મને ખબર નથી. છેલ્લા થોડા દિવસમાં સરકારે જે પગલા લીધા છે ઓનાથી ઝડપથી નિરાકરણ આવી જશે.આજે ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ આવવાના હોવાથી રાજકોટ એરપોર્ટ પર રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, પ્રવક્તા રાજુ ધ્રુવ અને ગુજરાત ભાજપ ઉપ-પ્રમુખ ડો. ભરત બોઘરા પણ સાથે જોવા મળ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી સરકારને મદદરૂપ બનવાના પ્રયત્નો કરી રહી છે

સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સરકારને મદદરૂપ બનવાના પ્રયત્નો કરી રહી છે, એટલે જ અલગ અલગ જગ્યાએ આઇસોલેશન, ઓક્સિજન સહિતના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઇ જગ્યાએ એનજીઓ અને ભાજપના આગેવાનો પોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યા છે. સુરતમાં પણ 1500થી વધારે બેડ આઇસોલેશન સેન્ટરમાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ કપરો સમય છે, થોડા દિવસો આપના સાથ અને સહકારથી બહાર આવવામાં આપણે ચોક્કસ સફળ થઈશું.

ખાસ મેડિકલ ઓફિસરની નિમણૂક

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે બેડ નથી મળતાં, એટલે ઘણા દર્દીઓની સારવાર ઘરે જ ચાલી રહી છે અને તેમને ઓક્સિજન પર રાખવા પડે છે. આ પૈકી અમુક દર્દીઓનાં ઘરે જ મૃત્યુ થઈ રહ્યાં છે ત્યારે લોકોની સમસ્યા એ હોય છે કે તેમના સ્વજનને કોવિડ પ્રોટોકોલથી કઈ રીતે અંતિમવિધિ કરવી તેમજ કોને જાણ કરવી એ મોટી સમસ્યા થઈ પડે છે. માત્ર કોવિડ પોઝિટિવ જ નહિ, કોરોનાના કેસ ઘરમાં હોય અને એ ઘરમાં સભ્યો ક્વોરન્ટીન હોય તો ત્યાં પણ આવી જ સમસ્યા થાય છે. આવા બે કિસ્સા શહેરમાં બન્યા છે. ખરેખર શું પદ્ધતિ છે એ જાણવા મનપાના અધિકારીઓનો સંપર્ક કરતાં આવા કેસ માટે ખાસ મેડિકલ ઓફિસરની નિમણૂક થયાનું જણાવ્યું હતું.