પક્ષ પલટો/ રાજકોટમાંથી કોંગ્રેસના બે દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે,જાણો વિગત

ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

Top Stories Gujarat
10 16 રાજકોટમાંથી કોંગ્રેસના બે દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે,જાણો વિગત
  • ઇન્દ્રનીલ રાજગુરુ ફરી કોંગ્રેસથી નારાજ
  • ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
  • વશરામ સાગઠિયાએ પણ આપ્યું રાજીનામું
  • બંને નેતા આજે બપોરે જોડાશે આપમાં
  • ગઇકાલે દિલ્હી હતા ઇન્દ્રનીલ રાજગુરુ
  • અરવિંદ કેજરીવાલ સાથે રાજગુરુએ કરી મીટિંગ
  • આજે વિધિવત રીતે જોડાશે આપમાં
  • રાજકોટ કોંગ્રેસમાં સર્જાયો ખળભળાટ
  • વસરામ સાગઠિયા છે વિરોધ પક્ષના પૂર્વ નેતા

દેશમાં કોંગ્રેસની હાલ ત ખરાબ છે, એક સાંધો અને તેર તૂટે જેવો ઘાટ છે, ગુજરાતમાં પણ કોંગ્રેસની પરિસ્થિતિ સારી નથી, હાલમાં રાજેકોટના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, જે સંકેત આપે છે કે તે આમ આદમી પાર્ટી જોડાશે, આ ઉપરાંત વશરામ સાગઠિયાએ પણ રાજીનામું આપ્યું છે. આ બન્ને નેતાએ રાજીનામું આપી દેતા પરિસ્થિતિ કોંગ્રેસ માટે પેચીદી બની છે. આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાશે. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા  પણ આપમાં જોડાશે

ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બંન્ને નેતાઓ આજે જ આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી. બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રદીપ ત્રિવેદી જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.