Not Set/ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે, એરપોર્ટ માટે 2800 હેક્ટર જમીન કુવાડવામાં જોવામાં આવી

રાજકોટઃ અમદાવાદ અને વડોદરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યા બાદ રાજ્યમાં વધુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધવારવામાં આવી છે. આ માટે કુવાડવા પાસે 2800 હેક્ટર જમીનમાં એરપોર્ટ વિકાસાવવા માટેનું પ્લાનિંગ થઇ રહ્યું છે. આ માટે હલ પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોપવામાં આવનાર છે. આ સિવાય રાજ્યમાં ધોલેરામાં પણ […]

Gujarat

રાજકોટઃ અમદાવાદ અને વડોદરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યા બાદ રાજ્યમાં વધુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધવારવામાં આવી છે. આ માટે કુવાડવા પાસે 2800 હેક્ટર જમીનમાં એરપોર્ટ વિકાસાવવા માટેનું પ્લાનિંગ થઇ રહ્યું છે. આ માટે હલ પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોપવામાં આવનાર છે. આ સિવાય રાજ્યમાં ધોલેરામાં પણ ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.સાથે સુરતને પણ કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

2800 એકર જગ્યામાં  રૂ.700 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે સૂચવાયેલી જગ્યાનો ફિઝિબિલીટી ચકાસવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડે જણાવ્યું હતું કે, ફિઝિબિલીટીનો રિપોર્ટ પોઝિટીવ છે. એ સિવાય એક બે ટેસ્ટ બાકી છે. જેમાં ઓબેસ્ટેક્શન લેન્ડિંગ સર્વ, જમીનની પ્રાપ્તિ સહિતના ઈશ્યુ સોલ્વ કરવામાં આવે છે. આ સ્થળ રાજકોટથી 20 કિ.મી. દૂર છે.

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આવલા જિલ્લાઓને તેનો સીધો ફાયદો થશે. સૌરાષ્ટ્રમાં ડોમેસ્ટિક એરપોર્ટ આવેલા છે પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી આવેલા જેથી સૌરાષ્ટ્રના મુસાફરોને અમદાવાદ વિદેશમાં જવા માટે અમદાવાદ સુધી લાંબુ થવુ પડે છે. જો રાજકોટમાં એરપોર્ટ બને તો સમગ્ર સૌરાષ્ટ્રની સમસ્યાનો અંત આવે તેમ છે.