Video/ રાજકોટમાં જાહેરમાં દારૂની બોટલ સાથે ‘પીલે પીલે.. ઓ મેરે રાજા ગીત પર ઝૂમ્યા’ યુવાનો, જુઓ

બોટાદ કથિત લઠ્ઠાકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વધુ એક દારૂની પાર્ટીનો વીડિયો સામે આવ્યો.

Top Stories Gujarat Rajkot
દારૂ
  • રાજકોટ: પીલે પીલે રાજા ગીતનો વીડિયો વાયરલ
  • દારૂ પીતા યુવાનોનો વીડિયો થયો વાયરલ
  • રાજકોટ પોલીસને તમાચા સમાન ઘટના આવી સામે
  • એકતરફ લઠ્ઠામાં 41 જીંદગી હોમાઇ ગઇ

ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો પરંતું દારૂબંધીના કાયદાના ધજીયા ઉડાવતા વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા કરે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોથી ફરી એકવાર ગુજરાતના માથે કલંક લાગ્યું છે. રાજકોટના પીલે પીલે રાજા ગીત પર દારૂ પીતા યુવાનોનો વીડિયો વાયરલ થયો.રાજકોટ પોલીસને તમાચા સમાન ઘટના આવી સામે.એકતરફ લઠ્ઠામાં 41 જીંદગી હોમાઇ ગઇ ત્યારે આવામાં બેફામ દારૂ પીવાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.ચાર યુવાનો જાહેરમાં બાટલામાંથી દારૂ પી રહ્યા તા જોવા મળી રહ્યા છે.

રાજકોટ જિલ્લાના જસદણનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 15 સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાર જેટલા યુવાનો જાહેરમાં દારૂની મેહફીલ માણી રહ્યા છે. વાયરલ વીડિયોના પગલે હાલ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વલસાડમાં બર્થ ડે પાર્ટીમાં PSI, 3 કોન્સ્ટેબલ સહિત 19 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા

આ પણ વાંચો:લઠ્ઠાકાંડમાં મોતની હાફ સેન્ચુરી!મૃત્યુઆંક વધીને 55ને પાર,મરનારાઓની સંખ્યા વધશે

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ગુરુવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ