Rajkot News/ રાજકોટના જેતપુરમાં માતાએ બે સંતાનો સાથે આપઘાત કરતા ચકચાર મચી

પતિની અટકાયત કરીને તેની પણ પૂછપરછ હાથધરવામાં આવી છે

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટ સ્થિત જેતપુરમાં બનેલા એક કરૂણ બનાવમાં માતાએ પોતાના બે સંતાનો સાથે આપઘાત કરી લીધો હતો. જામકંડોરણાના સનાળા ગામે આ બનાવ બન્યો છે જેમાં દાહોદમાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવ્યો હતો અને આપઘાત કર્યો હોવાની વાત છે,માતાએ સંતાનોને દવા પીવડાવ્યા બાદ પોતે દવા પી લીધી હોવાની વાત છે,પતિએ પત્નીને કામ બાબતે ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.આ સમગ્ર ઘટનામાં જામકંડોરણા પોલીસે તપાસ હાથધરી છે.અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને તપાસ હાથધરી છે.

પતિની અટકાયત કરીને તેની પણ પૂછપરછ હાથધરવામાં આવી છે સાથે સાથે મૃતકોના પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે,તો મૃતક મહિલા પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કામ કરવાની બાબતે આ માથાકૂટ થઈ છે.પરિવાર દાહોદ જિલ્લામાંથી ખેતમજૂરી માટે આવ્યો છે,અને પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીધી છે.માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પીધી હોવાની વિગત સામે આવી છે.પરિવારના અન્ય સભ્યો મજૂરી કામ કરી પરત આવતા રૂમનો દરવાજો ન ખુલતા દરવાજો તોડી જોતા ત્રણે સભ્યો મૃત્યુ પામ્યા હતા,મૃતક સેના બેન 36 વર્ષીય જ્યારે પુત્ર આયુષ 5 વર્ષીય અને દીકરી કાજલ 6 વર્ષીયના મોત થયું છે.ત્રણે મૃતકોને પીએમ અર્થ જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

ધોરાજીના ગોકુલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે ર1 વર્ષીય પરિણીતાએ ઉંદર મારવાની દવા પી જીવન ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને ડીવાયએસપીએ તપાસ હાથ ધરી હતી. પતિને ધંધામાં ખોટ આવતા ઘરેણા વેંચી નાખતા મિતલ શંખેસરીયાએ અંતિમ પગલુ ભરી લીધાનું સામે આવ્યું હતું.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

આ પણ વાંચો: મુંબઈના 4 વેપારીઓએ 3 કરોડ પરત ન કરતાં રાજકોટના સોની પરિવારના 9 સભ્યોના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો: રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા