Not Set/ રાજય ના અમુક મંદિરોમાં દર્શનાર્થીઓને આરતીમાં પ્રવેશ મળી નહિ શકે

રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં ઘણા લોકો કોરોના સંક્રમિત થયા તો ઘણા મૃત્યુ પણ પામ્યા હતા

Gujarat
રાજય

   રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં ઘણા લોકો કોરોના સંક્રમિત થયા તો ઘણા મૃત્યુ પણ પામ્યા હતા. સરકાર દ્વારા કોરોના કેસોને નિયંત્રણમાં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .  હવે જયારે રાજય કેસો ઘટતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે .

આ પણ વાંચો ;કોંગ્રેસ પાર્ટી લડી લેવાનાં મૂડમાં, રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિપક્ષનું સંસદ સુધી Cycle માર્ચ

 હવે માત્રા ગણતરીના દિવસો માં જ શ્રાવણ મહીનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસને લઇને ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.  જેમાં શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારને લઈને સરકાર sop જાહેર કરશે. જેમાં  શ્રાવણ માસમાં મોટા મંદિરોમાં  આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે.  આ ઉપરાંત  જે પણ  જગ્યાએ શ્રાવણ માસમાં ધાર્મિક મેળાવડા યોજવા બાબતે સરકારની પ્રતિબંધ લગાવવાની વિચારણા છે.

આ પણ વાંચો :આરટીઇ હેઠળ 40 ટકા અરજી પેન્ડીંગ, ડોક્યુમેન્ટ ચકાસણી કરી પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના

સોમનાથ, દ્વારકા, ડાકોર મંદિરમાં ટોકન પદ્ધતિના આધારે દર્શન કરવાની વ્યવસ્થા કરાશે. અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળા પર પણ પ્રતિબંધ   મુકવામાં આવશે .આ ઉપરાંત  સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને આગામી સમયમાં સરકાર મહત્વની જાહેરાત કરશે. સરકારના આ SOP નું ચુસ્ત પાલન થાય તેવું આયોજન કરાશે. જેનો અમલ સમગ્ર દર્શનાર્થીઓએ કરવાનો રહેશે .