સામુહિક આપઘાત/ સુરતમાં મહિલા ડોક્ટરે બહેન-માતાને ઇન્જેક્શન આપી કર્યો આપઘાતનો પ્રયાસ, બેનાં મોત

કતારગામમાં મહિલા ડોકટરે તેની માતા અને શિક્ષકા બહેનને  ઇન્જેક્શન આપી તેણે જાતે વધુ પડતી ઊંઘની ગોળી ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો…

Gujarat Surat
ઇન્જેક્શન

સુરતમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે કતારગામમાં મહિલા ડોકટરે તેની માતા અને શિક્ષકા બહેનને  ઇન્જેક્શન આપી તેણે જાતે વધુ પડતી ઊંઘની ગોળી ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને શિક્ષકા બહેનનું મોત નીપજ્યું હતુ.જયારે ડોક્ટરની સારવાર ચાલી રહી છે.  મહિલા ડોક્ટર ડિપ્રેશનમાં રહેતી હતી. જોકે તેની માતા અને બહેન સાથે લાગણી હતી.તેથી બંનેને ઇન્જેકશન આપીને તેણે આ પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

આ પણ વાંચો :રાજય માં આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર કરાયું

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ડોક્ટર મહિલાએ જ માતા અને બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપ્પા અને બાદમાં પોતે પણ ઝેર લીધું હતું. આ મામલે મહિલા તબીબ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો કેસમાં આપઘાતનું સાચું કારણ તો હજું સામે નથી આવ્યું. પરંતુ, પોલીસનું અનુમાન છેકે ઘરકંકાસમાં મહિલા તબીબે આ પગલું ભર્યું હોઇ શકે છે.

આ પણ વાંચો : રાજ્યમાં આજે અમુક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

આ મામલે પોલીસે કહ્યું છેકે મહિલા તબીબ જીવનની ભાગદોડથી કંટાળી ગઇ હતી. અને, મહિલા તબીબની માતા અને બહેન તેમના પર જ નભતા હતા. અને, બંનેની સાથે તેમણે અતુટ લાગણીઓ હતી. સાથે જે તેમની સાથે જ તેમના ભાઇ અને ભાઇ પણ રહેતા હતા. ઘટના બની ત્યારે ભાઇ અને ભાઇ ગેરહાજર હતા. કારણ કે ભાઇ અને ભાઇ છેલ્લા 3 દિવસથી બહારગામ ગયા હતા. આ તકનો લાભ લઇને જ મહિલા તબીબે આ કૃત્ય કર્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે ઉંડી છાનબીન આરંભી દીધી છે. ત્યારે પોલીસની તપાસમાં નવું શું સામે આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :વાહન ચોરી કરતા આ ચાલાક ચોરને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડ્યો

મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનામાં હાલ ડો. દર્શના પ્રજાપતિનો ભાઈ કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી. પરંતુ સવાલ અહીં 2 મોતનો છે. જેમાં પોલીસ હવે કઈ દિશામાં તપાસ શરૂ કરે છે. જોકે ડો. દર્શના પ્રજાપતિએ માતા અને બહેનને ઇન્જેક્શન આપી હત્યા કરી છે ત્યારે શુ પોલીસ પોતે ફરિયાદી બની હત્યાનો ગુન્હો નોંધી ડો. દર્શના પ્રજાપતિ ધરપકડ કરશે. જોકે દર્શના પ્રજાપતિ પોતે ડોક્ટર છે અને પોતાની બહેન શિક્ષિકા છે ત્યારે આર્થિક સંકડામણ કે જીવનથી કંટાળી જઈ આપઘાત કરવો એ વાત લોકોના ગળે ઉતરતી નથી. ત્યારે પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કેવી રીતે કરે છે તે જોવું અગત્ય નું રહ્યું.

આ પણ વાંચો :રક્ષાબંધનનાં પવિત્ર દિવસે MLA નૌશાદભાઈ સોલંકીએ હજારો વિધવા મહિલાઓને આપી આ ભેટ

આ પણ વાંચો :અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી, જે પકડાયા તેમને…