Not Set/ રક્ષાબંધનનાં પવિત્ર દિવસે પાટડી MLA નૌશાદભાઈ સોલંકીએ હજારો વિધવા મહિલાઓને આપી આ ભેટ

રક્ષાબંઘને પાટડી MLA દ્વારા કાર્યકરોને ઘેર-ઘેર મોકલવામાં આવ્યા અને 11,000 વિધવા મહિલાઓને સાડી વિતરણ કરી ખૂબ જ સુંદર સંદેશ સાથે ઉજવણી કરી હતી.

Gujarat Others
પાટડી

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રક્ષાબંધને પાટડી MLA દ્વારા કાર્યકરોને ઘેર-ઘેર મોકલવામાં આવ્યા અને 11,000 વિધવા મહિલાઓને સાડી વિતરણ કરી ખૂબ જ સુંદર સંદેશ સાથે ઉજવણી કરી હતી. જેમાં પાટડી તાલુકાનાં 82 ગામ, લીંબડી તાલુકાનાં 42 ગામ અને લીંબડી તાલુકાનાં 17 ગામમાં એકસાથે આ કામગીરી હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

દસાડા-લખતર-લીંબડીનાં ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ સુરત ખાતે બે દિવસ રોકાઇને સીધી મિલમાંથી શ્રેષ્ઠ સાડીઓની પસંદગી કરી સાડીની થેલીમાં રક્ષાબંધનનાં સદેશ સાથે સમગ્ર વિધાનસભાની 11,000થી વધુ વિધવા મહિલાઓને રક્ષાબંધનનાં દિવસે એક સાથે દરેક ગામની વિધવાઓને ઘેર-ઘેર જઇ વિતરણ કર્યુ હતુ. જેમાં પાટડી તાલુકાનાં 82 ગામ, લીંબડી તાલુકાનાં 42 ગામ અને લીંબડી તાલુકાનાં 17 ગામમાં એકસાથે આ કામગીરી હાથ ધરાઇ હતી. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લ‍ા કોંગ્રેસ સમિતીનાં મહામંત્રી વિક્રમભાઇ રબારીએ જણાવ્યું કે, રક્ષાબંધનની આ અનોખી ઉજવણી માટે છેલ્લા પંદર દિવસથી સ્વયંસેવકો કામે લાગેલા હતા અને સમગ્ર વિધાનસભા સીટનાં તમામ ગામોની વિધવા મહિલાઓની યાદી તૈયાર કરી જીલ્લ‍‍ા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જીતેલા અને હારેલા ઉમેદવારો સહિત સંગઠનનાં હોદ્દેદારો અને કાર્યકરોની ટીમ દ્વારા દરેક ગામમાં દરેક સમાજનાં લોકોનું એક પંચ બનાવી અને ગામની દરેક સમાજની વિધવા મહિલાઓને એમના ઘેર જઇ તેમને ધારાસભ્યનાં સંદેશ, કાર્યાલયનાં સરનામા અને મોબાઇલ નંબર સાથેની વિગત આપી એ વિધવા મહિલાઓ દ્વારા કાર્યકર્તાઓને રાખડી બાંધી રક્ષાબંધનની આયોજન સાથે એક જ સમયે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Political / PM મોદીએ ટ્વિટર પર ભાવનાત્મક સંદેશ લખીને UP નાં પૂર્વ CM કલ્યાણ સિંહને આપી અંતિમ વિદાય

આ આયોજનમાં કોઇ ગામમાં કોઇ વિધવા મહિલા આનાથી વંચિત ન રહી જાય એ માટે ફરી સમગ્ર લીસ્ટ તૈયાર કરી એમને આવતા રવિવારે સાડીઓનું વિતરણ કરવામાં આવશે. વધુમાં એક પણ જગ્યાએ ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી આ સાડી વિતરણ કરવા ગયા નહોતા, છતાં સમગ્ર વિધાનસભા સીટની 11,000થી વધુ વિધવા મહિલાઓને ધારાસભ્યને આશિર્વાદ મળ્યાં હતા. જો કે સામાન્ય રીતે નેતાઓ જનતાને આકર્ષવા માટે આવા કોઇને કામ કરતા રહેતા હોય છે, અને તેમા પણ જો ચૂંટણી નજીક હોય તો ખાસ આ વાતનું ધ્યાન રાખવામાં આવતુ હોય છે.