Surat News/ સુરતમાં વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી આપી ધમકી

સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા બાદ મહારાષ્ટ્રના એક યુવાને સુરત (Surat)માં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)માં વિધર્મીએ ઈન્સ્ટાગ્રામ (Instagram)થી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપી હતી. સગીરાના ફિયાન્સને પણ વિધર્મી યુવકે માર માર્યો હતો. સગીરાની માતાએ ઉધના પોલીસ (Udhna Police)માં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મુસ્તુફા શેખની ધરપકડ કરવામાં આવી છે.

સુરત (Surat)માં ઉધનામાં 21 વર્ષીય વિધર્મી યુવકે સગીરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપી હતી. સગીરાના ફિયાન્સને પણ વિધર્મી યુવકે ઢોર માર માર્યો હતો. વિધવા માતાએ દીકરીને વતન મોકલી દીધી હતી અને જ્ઞાતિના યુવક સાથે પુત્રીની સગાઈ કરી દીધી હતી. સગીરાની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી દીધી છે. 21 વર્ષીય વિધર્મી આરોપી વેલ્ડિંગનો વ્યવસાય કરે છે. દોઢ મહિના અગાઉ જ સગીરા સુરત આવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વિધર્મી મુસ્તુફા શેખની ઉધના પોલીસે (Udhna Police) ધરપકડ કરી છે.

સુરત (Surat) શહેરના અડાજણમાં 21 વર્ષ રાહુલ ચૌહાણ નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરતો હતો. જે બાદ કિશોરીએ આ સમગ્ર ઘટના વિષે તેની માતાને જાણ કરી હતી. આ પછી માતાએ સમગ્ર બાબતે પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા બાદ મહારાષ્ટ્રના એક યુવાને સુરત (Surat)માં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદ ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી હતી. મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજનું કામ કરે છે. અને મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ત્યારબાદ મિત્રતા વધી અને બંને એ વાતચીત શરૂ કરી હતી તે દરમિયાન થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી. ત્યારબાદ કિશોરી તેમના ઘરે ગઈ અને ત્યાંથી મુસીબ આ કિશોરીને તેમની સાથે મહારાષ્ટ્ર અપહરણ કરી લઈ ગયો હતો. કિશોરીના માતા-પિતાને જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરુણ અંત : જબ્બર પઠાણે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી ; ભાડાના ઘરમાંથી મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ગાંધીનગરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા ફટકારી