Not Set/ સુરતમાં પ્રેમિકાને ભગાવી જવા પ્રેમીએ વૃદ્ધને પિસ્તોલ બતાવી લૂંટ કાર

લૂંટ કરનાર ભાવેશ ભેંસાણીયાને સુરત લાવ્યા બાદ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછકરાતા ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. કારની લૂંટતેની પ્રેમિકાનો શોખ

Gujarat Surat
a 421 સુરતમાં પ્રેમિકાને ભગાવી જવા પ્રેમીએ વૃદ્ધને પિસ્તોલ બતાવી લૂંટ કાર

સુરતમાં એક ફિલ્મી ડ્રામા સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત વેસુ વિસ્તારમાંથી થઈ હતી. જ્યારે નવસારીના બોરિયાચ ટોલનાકા પાસે આ ડ્રામાનો અંત આવ્યો હતો. હકીકતમાં પુનાના એક પ્રેમી યુવાને પોતાની પ્રેમિકાને ભગાડી જવા માટે આજે ભરબપોરે વેસુ વિસ્તારમાં આગમ આર્કેડ પાસે એક વૃદ્ધને પિસ્તોલ બતાવી તેની કારની લૂંટ કરી લીધી હતી.વૃદ્ધે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે પિસ્તોલ બતાવતા વૃદ્ધે ચાલુ કારમાંથી કૂદવું પડ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં યુવાન અને તેની પ્રેમિકા બંને બોરિયાચ ટોલનાકા પાસે પકડાઈ ગયા હતા.

વેસુ જોલી રેસિડેન્સીમાં રહેતા વૃદ્ધ કપુરચંદ જૈનને બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં વેસુ આગમ આર્કેડ પાસે તેમની કારમાં બેઠા હતા. પુત્ર કારમાં જ ચાવી મૂકી મેડિકલમાં તેમની માટે દવા લેવા ગયો હતો. તે વખતે એક લવરમૂછિયો યુવાન કારમાં ધસી આવ્યો હતો. પિસ્ટલ બતાવીને આ વૃદ્ધને ચાલુ વાહનમાંથી ઉતારી કાર લૂંટી લેવાની ઘટનાએ આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.

આ પણ વાંચો : રાજ્યની સંયુક્ત સરકારના થશે પાંચ વર્ષ પૂર્ણ,ઓગસ્ટમાં નવ દિવસ ઉપયોગી-સેવાકાર્યો થકી ઉજવણી

લૂંટ કરનાર ભાવેશ ભેંસાણીયાને સુરત લાવ્યા બાદ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછકરાતા ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી.ભાવેશે આ કારની લૂંટતેની પ્રેમિકાનો શોખ પૂરો કરવા કરી હતી.19 વર્ષીય ભાવેશ હાલમાં બેકાર છે.કોઈ કામ ધંધો કરતો નથી.તેવામાં તેણે તેની પ્રેમિકાને મોટી મોટી વાતો કરી હતી.તેની પ્રેમીકાને કારમાંફરવાનો શોખ અને મુંબઈ જવાની ઈચ્છા હતી.જેથી પ્રેમિકાનો શોખ પૂરો કરવા ભાવેશે બંધુકની અણીએ કારની લૂંટકરી હતી.અને લૂંટ કરી તેની પ્રેમિકાને લઈ મુંબઈ જવા રવાના થયો હતો.

આશ્ચર્યજનક રીતે આ કારમાં યુવાન સાથે 18 વર્ષીય યુવતી પણ બેસેલી જોવા મળી હતી. તપાસ કરતાં આ યુવતી કાર લૂટીને ભાગેલાં 19 વર્ષીય કશ્યપ ભાવેશ ભેસાણીયાની પ્રેમિકા હોવાનું બહાર આવ્યું હતું. કશ્યપની ધરપકડ દરમિયાન બહાર આવેલી વિગતો પ્રમાણે, તે આ યુવતી સાથે ગળાડૂબ પ્રેમમાં હતો. બંનેએ તેમનાં માતા-પિતાને વાત કરી હતી, પરંતુ તેઓ તૈયાર નહિ થતાં ભાગીને પ્રેમલગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ યુવાન પાસે વાહનના નામે માત્ર એક્ટિવા હોઇ કાર લૂટવાનો ઇરાદો બનાવ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટમાં દરેક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાને કોરોના વેકસીનની કામગીરીનો પ્રારંભ,કુલ ૭૮ને વેક્સિનેશન

કાર લૂંટયાના એક કિલોમીટર આગળ જઇ પ્રેમિકાને બેસાડી લીધી હતી. બંને મુંબઇ ગયા બાદ કાર છોડી વધુ આગળ જવા માગતા હતા. પોતે શેર ટ્રેડિંગમાં કમાયો હતો તે રોકડા 2,26,500 પણ સાથે લીધા હતા.

આ પણ વાંચો :સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે ૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨નું