Not Set/ સુરતમાં અંગ્રેજીની પરીક્ષાથી બચવા એક વિદ્યાર્થીનીએ કર્યું એવું કે, તે જાણીને તમે

સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં અંગ્રેજીની પરીક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું છે…..

Gujarat Surat
પરીક્ષા

હાલમાં છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના વાયરસનો કાળ ચાલી રહ્યો છે, ત્યારે આ કપરા સમયમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ ઓનલાઈન શિક્ષણ દરમિયાન કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે તે જોઇને તમે પણ અચરજમાં પડી જશો.આ જ પ્રકારનો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે,આજના કિશોર-કિશોરીઓ ઈન્ટરનેટના મારફતે નવા-નવા અખતરાઓ કરીને માતા-પિતાને ચિંતામાં મૂકતા હોય છે. સુરતની એક વિદ્યાર્થીને અંગેજી વિષયની પરીક્ષા ન આપવી હોવાથી તેણે પોતાના જ અપહરણનું કાવતરૂ ઘડ્યું હતું.

આ પણ વાંચો: 21 મી સદીમાં પણ માનવતા હજી છે જીવંત, મુસ્લિમ યુવકોએ કર્યું એવું તે જાણીને…

આ કિસ્સા અંગે વાત કરીએ તો, અડાજણ વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની કિશોરી અંગ્રેજી વિષયની પરીક્ષા આપવાથી ડરી રહી હતી અને આ કારણે તેને એક નાટક રચ્યું હતુ.

આ પણ વાંચો:પંકજ કુમારની મુખ્ય સચિવ પદે વરણી,રાજીવકુમાર ગુપ્તાને ACS,ગૃહનો વધારાનો હવાલો

આ દરમિયાન કિશોરી ઘરેથી સ્ટેશનરી લેવા જવાનું કહીને નીકળી હતી અને મોડા સમય સુધી કિશોરી ઘરે ન આવતા પરિવારજનો ચિંતિત થયા હતા. આ પહેલા તેને કોઈક રિક્ષાચાલક ઉપાડીને સ્ટેશન બાજુ લઈ ગયો હોવાના સગીરાના ફોટો સાથેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારબાદ તેના પરિવારને એક ઓડીયો મેસેજ મળ્યો હતો જેમાં કિશોરીના અપહરણ વિશે માહિતી હતી.

આ પણ વાંચો: લીંબડી મંગલ મંદિરમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો, પત્રકારોની મદદથી બહેનનું કરવાયું પરિવાર સાથે મિલન

આ વાયરલ વિડીયો બાદ ઘટના અંગે પોલીસને પણ જાણકારી મળતાં પોલીસ વિદ્યાર્થિનીને શોધવાના કામે લાગી ગઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે સગીર આતે ગણતરીના સમયમાં જ શોધી કાઢી હતી ઇંગલિશની પરીક્ષા હોવાથી વિદ્યાર્થિનીએ પોતે જ અપહરણનું નાટક રચીને ઘરેથી નીકળી ગઈ હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો:  રાષ્ટ્રીય પોષણ માસ : દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ,સ્મૃતિ ઈરાનીએ કર્યું ઉદ્ઘાટન,પુસ્તિકાનું વિમોચન

આ પણ વાંચો:પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમીની સાંજે સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

આ પણ વાંચો:રાજકોટમાં 31 સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ, 2 સાઈટ પર કોવેક્સીન અને 3 પર કોવીશીલ્ડનો માત્ર