સુરત/ આરોપીનું એમ્બ્યુલન્સમાંથી કૂદતાં મોત, કોરોના પોઝિટીવ હતો આરોપી

એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ રહેલો ચોરીના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો,

Gujarat Surat
A 243 આરોપીનું એમ્બ્યુલન્સમાંથી કૂદતાં મોત, કોરોના પોઝિટીવ હતો આરોપી

સુરતમાં ચાલી રહેલા કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે આ કપરી સ્થિતિમાં સુરતમાંથી એક મોટી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સુરતમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આવામાં શહેરમાં એક ચોરીનો આરોપી ચાલુ એમ્બ્યુલન્સમાંથી કુદકો માર્યો હતો. કુદકો મારતા તે  બ્રિજ પરથી નીચે પટકાયો અને તેનું મોત નીપજ્યું હતું.

આપને જણાવી દઈએ કે, એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ રહેલો ચોરીના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો, પરંતુ તેને ચાલુ એમ્બ્યુલન્સમાંથી કૂદતો મારતા બ્રીજ પરથી પટકાયો હતો અને ત્યાં જ તેનું મોત થયું હતું.

આ પણ વાંચો :ગુજરાતમાં કેસ વધતા તંત્રનો મોટો નિર્ણય, હવેથી મહારાષ્ટ્રથી આવનારા લોકોનો થશે RT-PCR ટેસ્ટ 

આ પહેલા ચોરીના આરોપીની અમરોલી પોલીસે આરોપીની અટકાયત કરી હતી, ત્યારબાદ હવે તેનું મોત થતા કતારગામ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : હોળી નજીક આવતા શ્રમિકો વતન જવા રવાના, ગીતા ST સ્ટેન્ડે કોવિડ નિયમોનાં ઉડાવ્યા ધજાગરા

આ પણ વાંચો : સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ