Surat News/ સુરતમાં મહિલા IPSના પતિએ વેપારી સાથે કરોડોની કરી છેતરપિંડી

પુરષોત્તમ ચૌહાણ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત(Surat)માં મહિલા IPSના પતિએ વેપારી સાથે 3 કરોડની છેતરપિંડી (Fraud) કર્યાનું સામે આવ્યું છે. મુંબઈમાં સસ્તા ફ્લેટના બહાને કાપડનાં વેપારીને લોભામણી લાલચ આપી કરોડોની ઠગાઈ (Fraud) મામલે સુરત ECO સેલ વધુ તપાસ હાથ ધરૂ છે.

સુરતમાં મહારાષ્ટ્ર કેડરના મહિલા IPS રશ્મિ કરંદીકરના પતિ પુરૂષોત્તમ ચૌહાણે સુરતના કાપડના વેપારીને રૂપિયા 3 કરોડનો ચૂનો લગાવ્યો હતો.  કાપડ વેપારીને IPSના પતિએ લોભામણી લાલચ આપી હતી. સરકારી ક્વોટાના ફ્લેટ સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી હતી. IPS પતિએ પોતે મુંબઈ મંત્રાલયમાં કામ કરતા હોવાનો ઝાંસો આપી પોતાના ષડયંત્રનો શિકાર બનાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હાલ આરોપી પુરષોત્તમ ચૌહાણ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. આરોપીની સામે કરોડોના IT રિફંડ કાંડમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી પુરષોત્તમ ચૌહાણની 263 કરોડના IT રિફંડ કેસમાં EDએ ધરપકડ પણ કરી હતી.  હવે સુરતમાં ગુનો નોંધાતા ટ્રાન્સ્ફર વોરંટ મળ્યા બાદ સુરત લવાશે. હાલ સમગ્ર કેસમાં સુરત ECO સેલ વધુ તપાસ કરી રહી છે.

જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર થયો. રાજસ્થાનની પેઢીના નામે રૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગરના 3 શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે કેસની તપાસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે રાજસ્થાની શખ્સ ફરાર હોવાથી પોલીસ તેને શોધખોળ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના માણેકચોકમાં વેપારી પાસેથી 3 કરોડનું સોનુ લઈ જઈને છેતરપિંડી

આ પણ વાંચો:હાર્ટ એટેકના બહાને દુકાનમાં ચોરી, છેતરપિંડી CCTVમાં કેદ; વિડિયો વાયરલ

આ પણ વાંચો:સમૂહ લગ્નના નામે છેતરપિંડીઃ પોલીસે 3ની અટકાયત કરી, મુખ્ય આયોજક સહિત અન્ય ફરાર