આપઘાત/ સુરતમાં અલગ-અલગ બે વિદ્યાર્થિનીઓએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે…

સુરતમાં બે આપઘાતની ઘટનઓ સામે આવી છે. શહેરમાં 2 વિદ્યાર્થિનીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાંદેરમાં ધો.10ની વિદ્યાર્થિનીએ આપઘાત…

Gujarat Surat
સુરતમાં
  • સુરત શહેરમાં વધી રહ્યા છે આપઘાતના કેસ
  • શહેરમાં અલગ અલગ બે આપઘાતના બનાવ
  • શહેરમાં 2 વિદ્યાર્થિનીઓએ કર્યો આપઘાત
  • રાંદેરમાં ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • મારી પાછળ રડતા નહીં લખી કર્યો આપઘાત

સુરતમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. કોરોનાની સાથે સાથે શહેરમાં આપઘાતના બનાવ પણ સતત વધી રહ્યા છે. ત્યારે આવામાં સુરતમાં વધુ બે આપઘાતની ઘટનઓ સામે આવી છે. શહેરમાં 2 વિદ્યાર્થિનીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાંદેરમાં ધો.10ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તો બીજી બાજુ પાંડેસરામાં ધો.9ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચો : સુરતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, અઠવા ઝોનની સફાઈ કામદારને થયો કોરોના

રાંદેરમાં ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

પાલનપુર જકાતનાકાની સંત-તુકારામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ પરમાર અને તેમના પત્ની મજૂરી કરી 15 વર્ષીય પુત્રી સોનલનું ભરણપોષણ કરતા હતા. સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. પરમાર દંપતિ શુક્રવારે કામ પર ગયા હતા ત્યારે સાંજે સોનલે ‘મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’ એવી સુસાઇડ નોટ લખી સાંજે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

  • પાંડેસરામાં ધો.9ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • માતાએ રસોઇ બાબતા આપ્યો હતો ઠપકો
  • માતાએ ઠપકો આપતા ટુંકાવ્યું જીવન
  • બન્ને વિદ્યાર્થિનીઓ પાસેથી મળી આવી સ્યુસાઇડ નોટ
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 પાંડેસરામાં ધો.9ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

પાંડેસરામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા ધો. 9ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મૂળ યુપીના અને પાંડેસરા શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા સુભાષભાઇ ચૌધરીની 15 વર્ષીય પુત્રી સોનલ ધો. 9માં અભ્યાસ કરતી હતી.શુક્રવારે સોનલને રસોઇ શીખવા માતાએ ઠપકો આપ્યો હતો. જેથી આવેશમાં સોનલે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પિતા સુભાષભાઇ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ઔરંગા નદીમાં સંખ્યાબંધ મૃત માછલીઓ તણાઈ આવી

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો, આજે નોંધાયાં 179 નવા કેસ, ત્રીજી લહેરની શરૂઆત..?

આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો,14.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

આ પણ વાંચો :સુરતમાં કોવિડ ગાઇડલાઇનનાં ધજાગરા, નાતાલ નિમિત્તે પાર્ટીમાં લોકોની ઉમટી ભીડ