Not Set/ તમિલનાડુમાં વૃદ્વ માતાને 15 દિવસ સુધી શૌચાલયમાં બંધ રાખ્યા

તામિલનાડુમાં કરૂણ કિસ્સો માતાને શૌચાલયમાં બંધ કરી દીધા

Top Stories
old woman તમિલનાડુમાં વૃદ્વ માતાને 15 દિવસ સુધી શૌચાલયમાં બંધ રાખ્યા

 તમિલનાડુમાં ક્રૂરતાની હદ પાર કરતો એક કિસ્સો બહાર આવ્યો છે.સાલેમ જિલ્લામાં, 95 વર્ષીય મહિલાને તેમના પુત્રએ આશરે 15 દિવસ સુધી પોતાના  ઘરના શૌચાલયમાં બંધ રાખ્યા હતા અને તેમને ખાવાનું  પણ આપતો ન હતો. રવિવારે વૃદ્ધ મહિલાને પોલીસની મદદથી છોડાવવામાં આવ્યા હતા

આજેપણ સમાજમાં કુપુત્ર હયાત છે તેનો દષ્ટ્રાંત પુરો પાડતો કિસ્સો તામિલનાડુમાં બન્યો છે. વૃ્દ્વ માતાને શોચાલયમાં 15 દિવસ સુધી બંધ કરી દીધી હતી.આ વૃદ્વાનો રડવાનો અવાજ તેમના પાડોશીઓએ સાંભળતા તેમણે સત્વરે જિલ્લા વહિવટને જાણ કરી હતી .આ મહિલાને ચાર પુત્રો છે. આ વૃદ્વાને શૈાચાલયમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એનજીઓને બોલાવવામાં આવી હતી. વૃદ્વાની હાલ સારવાર ચાલી રહી છે.

મહિલાને શૌચાલયમાં બળજબરીથી બંધ કર્યાની ફરિયાદ મળતાં પોલીસ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓની ટીમ ઓમલુરના દાલમિયા બોર્ડ વિસ્તારમાં ફ્લેટમાં પહોંચી હતી. ત્યાં વૃદ્ધ મહિલા ટોઇલેટમાં પડેલી મળી હતી.વૃદ્ધ મહિલાનું નામ રાધા છે. તે ઘણા દિવસો સુધી શૌચાલયનું પાણી પીને જીવીત રહ્યા હતા. તેમનાે પતિનું અવસાન થયા બાદ તેમને પેન્શન મળતું હતું આ પેન્શનથી પોતાનું જીવનનિર્વાહ કરતાં હતાં  જેને તેમના નાના પુત્રએ બળજબરી પૂર્વક છિનવી લીધું હતું. આવી અમાનવીય વર્તન કર્યા પછી પણ તે પુત્ર સામે ફરિયાદ નોંધાવવા તૈયાર થયાં ન હતા.