Not Set/ 7 માસમાં ૩૯ લાખ રોજગારનું સર્જન, ૫૦ ટકા નોકરી મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાતમાં

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફો) ના રોજગાર આંકડો અનુસાર માર્ચ સુધી સમાપ્ત સાત મહિનાનાં સમયમાં ૩૯.૩૬ લાખ નવા રોજગારોના અવસરનું સર્જન થયું છે. તાજા આંકડાઓ અનુસાર માર્ચમાં ૬.૧૩ લાખ નવા રોજગારનું સર્જન થયું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફો) ના રોજગાર આંકડાઓ અનુસાર માર્ચ સુધી સમાપ્ત સાત મહિનામાં ૩૯.૩૬ લાખ નવા રોજગારના અવસરોનું સર્જન થયું […]

Top Stories India
PF 7 માસમાં ૩૯ લાખ રોજગારનું સર્જન, ૫૦ ટકા નોકરી મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાતમાં

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફો) ના રોજગાર આંકડો અનુસાર માર્ચ સુધી સમાપ્ત સાત મહિનાનાં સમયમાં ૩૯.૩૬ લાખ નવા રોજગારોના અવસરનું સર્જન થયું છે. તાજા આંકડાઓ અનુસાર માર્ચમાં ૬.૧૩ લાખ નવા રોજગારનું સર્જન થયું છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફો) ના રોજગાર આંકડાઓ અનુસાર માર્ચ સુધી સમાપ્ત સાત મહિનામાં ૩૯.૩૬ લાખ નવા રોજગારના અવસરોનું સર્જન થયું છે. તાજા આંકડાઓ અનુસાર માર્ચમાં ૬.૧૩ લાખ નવા રોજગારનું સર્જન થયું છે. ફેબ્રુઆરીમાં ૫.૮૯ લાખ નવી નોકરીઓ પેદા થઇ છે. આંકડોથી ખબર પડી છે કે આમાંથી અડધી નોકરીઓ એક્સપર્ટ સર્વિસ સેગમેન્ટના બધી એજ ગ્રુપમાં પેદા થઇ છે.

જે ક્ષેત્રોમાં ઉલ્લેખનીય રૂપે નોકરીઓ પેદા થઇ તેમાં મિકેનીકલ, ઇલેક્ટ્રિક અથવા સામાન્ય ઈન્જીનીયરીંગ ઉત્પાદ સંમિલિત છે. આ બાદ બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રકશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડીંગ અને કોમર્શિયલ એસ્ટાબ્લિશ અને ટેક્સટાઈલનો સમાવેશ થાય છે. આંકડોથી સ્પષ્ટ થાય છે કે તેમની અડધી નોકરીઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પેદા થઇ છે.

ઇપીએફઓ દ્વારા રોજગાર આંકડાનો પહેલો સેટ ગત મહીને જાહેર કરવામાં આવ્યો હતો. અમુક નિષ્ણાંતોએ આંકડાઓના આધાર ઉપર રોજગાર સર્જન પર સંદેહ દર્શાવ્યો છે. તેમનું કહેવું છે કે આંકડોથી નોકરીના સર્જનની સાચી માહિતીઓની ખબર પડી છે કારણ કે આમાં કર્મચારીઓ દ્વારા નોકરીઓમાં બદલાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઇપીએફઓ એ આ આંકડાઓને અપલોડ કરતા જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓના આંકડાઓ અસ્થાયી છે. કર્મચારીઓના રેકોર્ડની પ્રક્રિયા એક સતત અદ્યતનની પ્રક્રિયા છે. આગામી મહિનાઓમાં તેનાં પર વધારે અદ્યતન કરવામાં આવશે.