Not Set/ કાલોલ હિંસાનો મામલો, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ લીધી શહેરની મુલાકાત

  મોહસીન દાલ, પંચમહાલ. પોલીસ પાવરની સખ્ત તપાસોમાં હુમલાખોરોના વહેતા થયેલા મગરના આંસુઓની અસરો… કાલોલ પોલીસ ફોર્સ ઉપરના હુમલા પ્રકરણમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સમાજના અગ્રણીઓ અને પોલીસ તંત્ર સાથે સંયુકત બેઠક કરી અમન અને શાંતિ માટે સંદેશ આપ્યો..!! કાલોલમાં ગત શનિવારના રોજ ગૌ માંસના મુદ્દે બે જૂથો વચ્ચે ગરમાયેલા માહૌલ સામે એક્શનમાં આવેલ કાલોલ […]

Gujarat
IMG 20210714 WA0095 કાલોલ હિંસાનો મામલો, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ લીધી શહેરની મુલાકાત

 

મોહસીન દાલ, પંચમહાલ.

પોલીસ પાવરની સખ્ત તપાસોમાં હુમલાખોરોના વહેતા થયેલા મગરના આંસુઓની અસરો…

કાલોલ પોલીસ ફોર્સ ઉપરના હુમલા પ્રકરણમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સમાજના અગ્રણીઓ અને પોલીસ તંત્ર સાથે સંયુકત બેઠક કરી અમન અને શાંતિ માટે સંદેશ આપ્યો..!!

કાલોલમાં ગત શનિવારના રોજ ગૌ માંસના મુદ્દે બે જૂથો વચ્ચે ગરમાયેલા માહૌલ સામે એક્શનમાં આવેલ કાલોલ પોલીસ તંત્ર ઉપર લઘુમતી કોમના તોફાનીઓ દ્વારા કરવામાં આવેલા આ પૂર્વ યોજીત હુમલા સામે પોલીસ ફોર્સના જવાનોએ પથ્થરો ખાઈને સ્વબચાવમાં ૯૮ જેટલા ટીયર ગેસના સેલો છોડીને ૧૦૬ જેટલા તોફાની ચહેરાઓને ઝડપી પાડયા બાદ પોલીસ તંત્રના આ સપાટા સામે હુમલાખોર તોફાનીઓમાં વહેતા થયેલા ભયભીત આંસુઓ વચ્ચે આજરોજ અમદાવાદ ખાતેથી ત્રણ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને જાવેદ પીરજાદા એ હાલોલ ખાતે સર્કિટ હાઉસમાં કાલોલમાં હવે અમન અને શાંતિ જળવાઈ રહે આ માટે સમાજના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સયુંકત બેઠક યોજી હતી.એમા પોલીસ ફોર્સ ઉપર કરવામાં આવેલા આ હીંચકારા હુમલાને વખોડી કાઢયા બાદ કાલોલમાં ભાઈચારો જળવાઈ રહે આ માટે અપીલ કરવામાં આવી હતી.!!

IMG 20210714 WA0094 કાલોલ હિંસાનો મામલો, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ લીધી શહેરની મુલાકાત

કાલોલમાં ગત શનિવારના રોજ પોલીસ ફોર્સ ઉપર કરવામાં આવેલા આ પૂર્વ યોજીત જેવા હુમલા સામે પોલીસ પાવર હવે સખ્ત બનશે અને હુમલાઓનો દોરી સંચાર કરનારાએ ચહેરાઓને ઝબ્બે કરવા માટે એક્શનમાં આવી ગયેલ પોલીસ તંત્રની આ તપાસો જોઈને હુમલાખોર ચહેરાઓની આંખોમાંથી વહેતા થયેલા આ ભયના આંસુઓનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ આજરોજ અમદાવાદ દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં ઈમરાન ખેડાવાલા અને જાવેદ પીરજાદાએ હાલોલ સ્થિત સર્કિટ હાઉસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સયુંકત બેઠક યોજી હતી એમા ટુકસાર એવો હતો કે પ્રજા અને પોલીસ તંત્ર વચ્ચે સર્જાયેલ આ અવિશ્વાસનું વાતાવરણ સુલેહમાં ફેરવાઈ જાય અને કાયદો અને વ્યવસ્થાના પાલન વચ્ચે કાલોલ માં પુનઃ શાંતિ અને એકતા સ્થપાય આ માટે કરવામાં આવેલા અનુરોધમાં છૂપો સંદેશ એવો હશે કે પથ્થરો ખાનાર પોલીસ ફોર્સ હવે શાંત બનીને આ ઘટનાને ભૂલી જાય ..!!