Vadodara News/ શ્રાવણના પવિત્ર મહિનામાં વડોદરામાં જીવના જોખમે લોકો કરે છે મહાદેવના દર્શન

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો માટે મહાદેવના દર્શન સૌથી મોટો લ્હાવો છે. ગુજરાતના દરેકે દરેક શહેર અને ગામેગામમાં હરહર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. દરેક શિવભક્તો મહાદેવના દર્શન માટે શિવાલયોમાં ઉમટી રહ્યા છે. આવામાં શ્રાવણ મહિનામાં વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે ભક્તો નીકળે છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો માટે મહાદેવના દર્શન સૌથી મોટો લ્હાવો છે. ગુજરાતના દરેકે દરેક શહેર અને ગામેગામમાં હરહર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. દરેક શિવભક્તો મહાદેવના દર્શન માટે શિવાલયોમાં ઉમટી રહ્યા છે. આવામાં શ્રાવણ મહિનામાં વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે ભક્તો નીકળે છે.

આ નવનાથ પૈકી કોટેશ્વર મહાદેવ પણ એક છે. જોકે, વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા કોટેશ્વર મહાદેવ તરફ જતો રસ્તો હાલ પાણીમાં ગરકાવ છે. જેને કારણે ભગવાન ભોળાનાથના ભક્તો કોટેશ્વર ગામ તરફ પગપાળા જવા માટે મજબૂર બન્યા છે. જોકે આ દર્શન મોતને હાથતાળી આપવા સમાન છે. કેમ કે, પગપાળા જતી વખતે રસ્તામાં મગરો મળી જાય છે, જેથી લોકો જીવના જોખમે ડરતાં ડરતાં કોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે.

વડોદરા શહેરના વડસરથી આગળ કોટેશ્વર ગામ આવેલું છે. આ કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ કોટેશ્વર મહાદેવ મંદિર એટલે વડોદરા શહેરની રક્ષા કરતા નવનાથ પૈકીનું એક છે. જેથી લોકોને કોટેશ્વર મહાદેવ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે.

હાલ શ્રાવણ મહિનો ચાલતો હોવાથી લોકો નવનાથ મહાદેવના દર્શને જાય છે, જેથી કોટેશ્વર મહાદેવના દર્શન કરવા પણ ખૂબ જ મહત્વના બની જાય છે. જોકે, કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા એટલે ભક્તો માટે હાલ જીવનું જોખમ સાબિત થઈ રહ્યું છે. વડોદરાના વડસરથી કોટેશ્વર તરફ જતા રસ્તા પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. જેથી ભક્તોને કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ

આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….

આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ