Corona blast/ રાજયમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 20996 નવા કેસ, 12 દર્દીઓના મોત

ર્વિશ્વમાં ધીમે-ધીમે કોરોનાની ત્રીજી લહેરે કહેર ચાલુ કર્યો છે. સતત કોરોના સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં રોજના ડોઢથી બે લાખ કેસોનો ભરમારો થઇ રહ્યોછે.

Top Stories Gujarat
1 22 રાજયમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 20996 નવા કેસ, 12 દર્દીઓના મોત

ર્વિશ્વમાં ધીમે-ધીમે કોરોનાની ત્રીજી લહેરે કહેર ચાલુ કર્યો છે. સતત કોરોના સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં રોજના ડોઢથી બે લાખ કેસોનો ભરમારો થઇ રહ્યોછે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં અધધ વધારો થયો છે.  જે જોતા સ્પષ્ટ થાય છે કે લોકો હજુ પણ સાવચેતી રાખવામાં બેદરકારી દાખવી રહ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 20996 કેસ નોંધાયા છે. મહાનગર અમદાવાદમાં સૌથી વધુ 8391 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 3318, વડોદરામાં 1918, રાજકોટમાં 1259, વલસાડમાં 387, ગાંધીનગરમાં 446, ભરૂચમાં 302, સુરતમાં 656, ભાવનગરમાં526, નવસારીમાં 278, મોરબીમાં265, મહેસાણામાં 258, જામનગરમાં 255 અને કચ્છમાં 194 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં સૌથી વધુ 8391 કેસ
સુરત શહેરમાં 3318, વડોદરામાં 1998 કેસ
રાજકોટમાં 1259, વલસાડમાં 387 કેસ
ગાંધીનગરમાં 446, ભરૂચમાં 302 કેસ
સુરતમાં 656, ભાવનગરમાં 526 કેસ
નવસારીમાં 278, મોરબીમાં 265 કેસ
મહેસાણામાં 258, જામનગરમાં 255 કેસ
કચ્છમાં 194 કોરોનાના કેસ

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 9828 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો 90726 છે. જ્યારે કુલ કેસનો આંકડો 9,86,341 સુધી પહોંચ્યો છે. સારવાર લઇને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,66,338 છે. કોરોનાના કારણે રાજ્યમાં 12 દર્દીઓના મરણ થયા છે.

છેલ્લા 24 કલાકમાં 9828 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 90726
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,86,341
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,66,338

ઉલ્લેખનીય છે કે કોરોનાનો કહેર જે રીતે વર્તાઇ રહ્યો છે તે જોતા સાવધાનીના પગલા લેવા અનિવાર્ય છે. સરકારની ગાઇડલાઇનને અનુસરીને ચાલવુ જરૂરી છે. જો એમ કરવામાં નહીં આવે તો કોરોનાની ત્રીજી લહેર આગામી બે લહેરો જેટલી જ ઘાતક પુરવાર થશે તેમાં કોઇ બે મત નથી.