- ગુજરાત,દિલ્હી,મહારાષ્ટ્રઅને આસામમાં કોરોનાથી વિકટી
- આ તમામ રાજ્યોની કામગીરીથી સુપ્રીમકોર્ટ નારાજ
- તમામ રાજ્યોની કામગીરીનો માગ્યો અહેવાલ
- રાજ્ય સરકારો પાસેથી સુપ્રીમકોર્ટે માંગ્યો રિપોર્ટ
દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામમાં કોરોનાથી સ્થિતિ વિકટી હોવાની પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે આ તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ડિવીઝન બેંચે રાજ્ય સરકારોને કોરોના સાથેના વ્યવહાર માટે લેવામાં આવેલા પગલાં મામલે ઠપકો આપતા આ આદેશ કર્યો હતો. SCએ ઉપરાંતમાં કહ્યું હતું કે,અમને જણાવો કે તમને કેન્દ્ર સરકાર તરફથી કેવા પ્રકારની સહાય જોઈએ છે. બેંચ કોરોના સંકટ અને મૃતદેહ મામલાની સુનાવણી કરી રહી છે.
છેલ્લા કેટલાક સપ્તાહમાં દિલ્હીના કોરોનામાં સ્થિતિ કથળી રહી છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હી સરકારને પૂછ્યું, “છેલ્લા બે અઠવાડિયામાં પરિસ્થિતિ વધુ વણસી છે. અમારો પ્રશ્ન એ છે કે વર્તમાન પરિસ્થિતિ શું છે અને તમે શું પગલાં લઈ રહ્યા છો?
ખંડપીઠે ચિંતા વ્યક્ત કરી હતી કે નવેમ્બર મહિનામાં દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોવિડ -19 ના કેસોમાં વધારો થયો છે. આ તમામ રાજ્યોએ આગામી સુનાવણીમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવો જોઇએ.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને વખોડી કાઢતાં કહ્યું હતું કે, દિલ્હી, મહારાષ્ટ્ર પછી સ્થિતિ ગુજરાતમાં પરિસ્થિતિ વધુ કરતા પણ ખરાબ છે. આમ હોવા છતાં રાજ્ય સરકારે લગ્ન પ્રસંગો અને તહેવારો માટે છૂટ આપી છે. સરકારને વખોડી કાઢતા જસ્ટીસ એમ.આર.શાહે રાજ્ય સરકારના વકીલને પૂછ્યું, ‘આ બધુ શું છે? તમારી નીતિ શું છે આ બધું શું થઈ રહ્યું છે? ‘
દિલ્હી સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈને સુપ્રીમ કોર્ટને કહ્યું, ‘સ્થિતિ હજી સુધી બરાબર છે. 380 મૃતદેહો કેન્દ્રમાં છે. આસામની વર્તમાન સ્થિતિ મામલે પણ સુપ્રીમ કોર્ટને માહિતગાર કરાઈ હતી. ત્યાંની પરિસ્થિતિ સુધરતી નથી, પરિસ્થિતિ ચિંતાજનક છે. શુક્રવારે આ સમગ્ર કેસની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
જુઓ આ મામલે સમગ્ર વીડિોયો અહેવાલ – દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાની કામગીરી અંગે સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….