Not Set/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ,ઓમિક્રોન વેરિઅન્ટથી લોકોમાં દહેશત…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે અમદાવાદમાં કોરોના સંક્રમણના 15 કેસ મળી આવ્યા

Top Stories Gujarat
vaccine રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ,ઓમિક્રોન વેરિઅન્ટથી લોકોમાં દહેશત...

 કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી વિશ્લમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ વેરિઅન્ટન ખુબ ઝડપથી ફેલાય છે જેના લીધે સમગ્ર દુનિયા અગમચેતી પગલાં લઇ રહી છે અને સાઉથ આફ્રિકાની ફલાઇટ પર પ્રતિબંધ મુકી રહ્યા છે,આ વેરિઅન્ટની એન્ટ્રી ભારતમાં પણ થઇ છે અને શંકાસ્પદના બે કેસ રાજ્યમાં પણ મળી આવ્યા છે પરતું તેની પુષ્ટી થઇ નથી,હાલ આ દર્દીઓના ટેસ્ટ પરિક્ષણ હેઠળ છે.રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના 45 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં હોલ ઓમિક્રોનના લીધે દહશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ફરી એકવાર કોરોના રસી સેન્ટર પર જોવા મળે છે,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે અમદાવાદમાં કોરોના સંક્રમણના 15 કેસ મળી આવ્યા છે. કોરોનાને માત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વદારો જોવા મળે છે, આજે કોરોનાને માત આપી 45 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ એકટિવ કેસની સંખ્યા 318ને પાર કરી ગઇ છે, હાલમાં રાજ્યના કોરોનાની કુલ કેસ 8,27,125 છે. જ્યારે કોરાનોને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,17,203 છે.

રાજ્ય સરારે કોરોનાને માત આપવા માટે અલગ અલગ સ્થળો પર વેક્સિન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે અને ગુજરાતની અનેક નગર પાલિકાએ અનેક લોભામણી જાહેરાત કરી છે જેના અતર્ગત વેક્સિનનો બીજો ડોઝ લો અને આઇફોન જીતો. આ સાથે અનેક નગરપાલિકાએ જાહેરાત કરી છે જો બીજા ડોઝ નહી લીધો હોય તો સેલરી આપનવામાં આવશે નહી ,બીજા ડોઝનો પ્રમાણપત્ર બતાવવો અનિવાર્ય છે જો પ્રમાણપત્ર બતાવશે નહી તો સેલરી થશે નહી. જો તમે વેકસિન નહીં લીધી હોય તો તમને   ,સીટી બસ અને બીઆરટીબસમાં પણ મુસાફરી  કરવા દેવામાં આવશે નહી.

રાજ્યમાં કોરોનાના નવા 45 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ
છેલ્લા 24 કલાકમાં 45 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 318
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,125
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,203