જીત/ છેલ્લી T-20માં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હરાવીને શ્રેણી 2-1થી જીતી

શ્રીલંકાએ ઈતિહાસ રચ્યો, પ્રથમ વખત ભારત સામે ટી -20 શ્રેણી જીતી

Top Stories
shrilanka22222 છેલ્લી T-20માં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હરાવીને શ્રેણી 2-1થી જીતી

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી 20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે  ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાએ આ મેચ 7 વિકેટે જીતીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી.ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું. ટીમનો કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 81 રન બનાવ્યા હતા. ફક્ત ત્રણ ભારતીય બેટ્સમેનો ડબલ અંકો પર પહોંચ્યા હતા જેમાં કુલદીપ યાદવે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા જ્યારે ભુવનેશ્વરે 16 રન બનાવ્યા હતા.વનિંદુ હસરંગા શ્રીલંકાની આ જીતનો હીરો હતો. હસારંગાએ તેની ચાર ઓવરમાં માત્ર 9 રન આપીને ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. અને પછી 9 બોલમાં 14 રનની અણનમ ઇનિંગ રમી હતી.શ્રીલંકાએ ઈતિહાસ રચ્યો, પ્રથમ વખત ભારત સામે ટી -20 શ્રેણી જીતી

82 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 14.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી રાહુલ ચહરે 3 વિકેટ લીધી હતી.ઉલ્લેખનીય છે કે ટી ​​20 સીરીઝની પહેલી મેચ ભારતે જીતી હતી, જ્યારે શ્રીલંકાની ટીમે બીજી મેચ જીતી હતી. અગાઉ રમાયેલી વનડે શ્રેણી ટીમ ઇન્ડિયાએ 2-1થી જીતી હતી.ભારતના આઠ ખેલાડીઓ કોરોનાના લીધે બહાર થયા હતા ,જેના લીધે ભારતના નવા ખેલાડીઓને ચાન્સ આપ્યો હતો, આ મેચમાં ભારતની શરમજનક હાર હતી.