ICC T-20 WORLD CUP/ બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

પાકિસ્તાને 20 ઓવરમાં પ્રથમ બેટિંગ કરતાં 176 રન 4 વિકેટે કર્યા હતા તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકશાન પર 177 રન કરીને ભવ્ય જીત મેળવી છે.

Top Stories
11111111111 બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોચી ગઇ છે. પાકિસ્તાને 20 ઓવરમાં પ્રથમ બેટિંગ કરતાં 176 રન 4 વિકેટે કર્યા હતા તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકશાન પર 177 રન કરીને ભવ્ય જીત હાંસિલ કરી લીધી છે.મેચમાં એક સમયે રોમાંચ આવી ગયો હતો. એવુ લાગી રહ્યુ હતુ કે પાકિસ્તાન આ મેચને જીતી જશે. પરંતુ કહેવાય છે કે તમારી એક ભૂલ તમને ક્યારે પરેશાન કરી શકે છે. આવુ જ કઇંક આજે બન્યુ જ્યારે હસન અલીએ મેથ્યુ વેડને મોટું જીવનદાન આપ્યું. 19મી ઓવરમાં મેથ્યુ વેડે શાહીનની ઓવરનાં ત્રીજા બોલ પર ફ્લિક કર્યું અને હસન અલીને ડીપ મિડવિકેટ પર કેચ લેવાની તક મળી, પરંતુ તેણે ભૂલથી તે કેચ છોડી દીધો. જેના કારણે મેચનું પરિણામ બદલાયુ કહી શકાય.જેના લીધે પાકિસ્તાનનું કપ જીતવાનું સપનુ રોળાઇ ગયું .

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 177 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક સમયે 16 ઓવરમાં પાંચ વિકેટે 127 રન હતો. ત્રણ ઓવરમાં મેચ પલટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ 17મી ઓવરમાં 13 રન, 18મી ઓવરમાં 15 રન અને શાહીન આફ્રિદીની 19મી ઓવરમાં 22 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને લક્ષ્યનો પીછો કર્યો હતો. મેથ્યુ વેડે શાહીનની 19મી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી અને ઓસ્ટ્રેલિયાને બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું. ઓસ્ટ્રેલિયા 14 નવેમ્બરે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. 14 વર્ષ બાદ વિશ્વને નવો ટી20 ચેમ્પિયન મળશે.

પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. ટીમે શાનદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બોલરોને વિકેટો માટે તલપાપડ કરી દીધા. બાબર અને રિઝવાને પહેલા 71 રનની ભાગીદારી કરી હતી. બાબર 39 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રિઝવાન અને ફખરે 72 રનની ભાગીદારી નોંધાવી હતી. રિઝવાન 67 રન બનાવીને બીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 11મી અડધી સદી હતી. આ પછી આસિફ અલી (0) અને શોએબ મલિક (1) કંઈ ખાસ કરી શક્યા ન હતા.

અંતમાં ફખર ઝમાને કેટલાક મોટા શોટ રમીને ટીમને કુલ 176 સુધી પહોંચાડી દીધી હતી. ફખર 32 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છઠ્ઠી અર્ધસદી હતી. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. તે જ સમયે પેટ કમિન્સ અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી.