Stock Market/ શેરબજારમાં આજે  સેન્સેક્સ 69,654 પોઈન્ટ અને નિફ્ટી 20,9378 પોઈન્ટની સપાટીએ બંધ થયો

આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 358 પોઈન્ટના ઉછાળા સાથે 69,654 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટના ઉછાળા સાથે 20,9378 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Top Stories Business
મૃત્યુદરમાં થશે ઘટાડો 16 શેરબજારમાં આજે  સેન્સેક્સ 69,654 પોઈન્ટ અને નિફ્ટી 20,9378 પોઈન્ટની સપાટીએ બંધ થયો

શેરબજારમાં છેલ્લા 2 દિવસથી તેજી જોવા મળી. સોમવારે વિસ્ફોટક શરૂઆત બાદ આજે ત્રીજા દિવસે બજાર ઉચ્ચ સપાટી વટાવી  હતી. ભારતીય શેરબજારમાં આ સપ્તાહે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બજારમાં સૌથી વધુ ઉછાળો IT, Energy અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. આ સેક્ટરના શેરોના ભાવમાં બજાર ફરી એકવાર ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 358 પોઈન્ટના ઉછાળા સાથે 69,654 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટના ઉછાળા સાથે 20,9378 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે શેરબજારમાં આઈટી સેક્ટરના શેરો, એનર્જી શેરો અને એફએમસીજી સેક્ટર સાથે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય મીડિયા, ઈન્ફ્રા, કોમોડિટી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે હેલ્થકેર, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને બેન્કિંગ શેરોના સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેર લાભ સાથે અને 20 નુકસાન સાથે બંધ થયા હતા.

શેરબજારમાં સતત ત્રીજા દિવસે વધારો ચાલુ રહેતા BSEનું માર્કેટ કેપ રૂ. 349 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આજના વેપારમાં, BSEનું માર્કેટ કેપ રૂ. 348.98 લાખ કરોડ હતું, જે અગાઉના સત્રમાં રૂ. 346.51 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.47 લાખ કરોડનો વધારો થયો છે. અને છેલ્લા ત્રણ દિવસમાં માર્કેટ કેપમાં રૂ. 11.50 લાખ કરોડનો વધારો થયો છે.