Not Set/ દેશની કરન્સીની થઇ ખરાબ હાલત, લોકો વસ્તુ ખરીદવા પૈસાને બદલે આપે છે સોનાના સિક્કા

ભારતમાં ડોલરની સામે રૂપિયો નબળો બનતો જાય છે તેની પડતી કિંમત પર હાલ ઘણી ચર્ચા થઇ રહી છે. તમને જણાવી દઈએ કે એક દેશ એવો પણ છે કે ત્યાની કરન્સી ઘણી ખરાબ રીતે ડોલર સામે તૂટી રહી છે. ઈરાન દેશની કરન્સી રિયાલની હાલત દિવસેને દિવસે ઘણી ખરાબ થઇ રહી છે. એક સમય તો એવો પણ […]

World Trending
enu Buy Back Misc Pure Gold Bar or Coin 995 536 10000 2 દેશની કરન્સીની થઇ ખરાબ હાલત, લોકો વસ્તુ ખરીદવા પૈસાને બદલે આપે છે સોનાના સિક્કા

ભારતમાં ડોલરની સામે રૂપિયો નબળો બનતો જાય છે તેની પડતી કિંમત પર હાલ ઘણી ચર્ચા થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે એક દેશ એવો પણ છે કે ત્યાની કરન્સી ઘણી ખરાબ રીતે ડોલર સામે તૂટી રહી છે. ઈરાન દેશની કરન્સી રિયાલની હાલત દિવસેને દિવસે ઘણી ખરાબ થઇ રહી છે. એક સમય તો એવો પણ આવ્યો હતો જયારે એક ડોલરની કિંમત દોઢ લાખ રિયાલ થઇ ગઈ હતી.

૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ એક ડોલરની કિંમત ૪૨,૧૦૫ રિયાલ થઇ ચુકી છે.

ડોલરની સામે ઈરાનની કરન્સી રિયાલની આવી હાલતના લીધે બજારમાં ઘણી ખરાબ અસર પડી રહી છે. મોટા ખર્ચાના કામમાં હવે લોકો સોનના સિક્કા આપીને તેની કિંમત ચૂકવી રહ્યા છે.

કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય, લગ્નનો ખર્ચો હોય કે મકાન ખરીદવાનું હોય આવા ખર્ચમાં ત્યાના લોકો રિયાલની જગ્યાએ સોનના સિક્કા આપી રહ્યા છે.

કેમ આવી આટલી ગિરાવટ 

અમેરિકાએ જયારે ઈરાન સાથે ન્યુક્લીઅર ડીલને કેન્સલ કરી નાખી તે સમયથી રિયાલમાં આટલી મોટી ગિરાવટ આવી છે. મેં મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે આ ડીલ તોડ્યાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેને ઈરાન પર પ્રતિબંધ લાગુ કરી દીધા હતા. તે સમયથી ઈરાનની કરન્સીમાં ઘટાડો જોવા મળ્યો છે.