ગણેશોત્સવ/ આ ગણેશ મંદિરમાં ઉંધો સાથિયો કરવાથી બાપ્પા કરે છે ભક્તોની મનોકામના પુર્ણ

મંદિરનું નિર્માણ 1735માં તત્કાલિન હોલ્કર વંશની શાસક અહિલ્યાબાઈ હોલ્કરે કર્યું હતું. મંદિરના નિર્માણ માટે ભગવાને પંડિતને સ્વપ્ન આપ્યું હતું

Dharma & Bhakti Navratri 2022
khijra ganpati tampl આ ગણેશ મંદિરમાં ઉંધો સાથિયો કરવાથી બાપ્પા કરે છે ભક્તોની મનોકામના પુર્ણ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા ખજરાના ગણેશ મંદિરની વાત  ચમત્કારિક છે. દૂર દૂર સુધી ભક્તોમાં આ મંદિરની આસ્થા છે. ભક્તોની આસ્થાનું આ પાવન સ્થાન પર મોટી સંખ્યામાં ભક્તો પોતાની સમસ્યાઓના નિવારણ માટે છે. સંતાનની કામના, ધનની ઈચ્છા, નોકરીની જરૂરિયાતથી લઈને અનેક વરદાન મેળવવા માટે આ મંદિર જાણીતું છે. આ ચમત્કારિક મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં સ્વયંભૂ ગણપતિ બાપ્પા બિરાજમાન છે અને તે પોતાના ભક્તોની મનોકામના પૂરી કરે છે. ભક્તો અહીં આવીને ઊંધો સાથિયો બનાવે છે અને તેમનું કામ થઈ જાય છે.

ઊંધા સાથિયાનો ચમત્કાર

khijra 1 આ ગણેશ મંદિરમાં ઉંધો સાથિયો કરવાથી બાપ્પા કરે છે ભક્તોની મનોકામના પુર્ણ

ખજરાના મંદિરમાં ભગવાન ગણેશજીના મંદિરની પાછળ દિવાલ એટલે કે ગણેશજીની પીઠ પર લોકો ઊંધો સાથિયો બનાવે છે અને સાથે જ તેમની ઈચ્છા પૂરી થાય એટલે ફરીથી અહીં આવે છે અને સીધો સાથિયો બનાવે છે. કહેવાય છે કે અહીં વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આ મંદિરમાં ઊંધો સાથિયો બનાવવાથી દરેક મનોકામના પૂરી થાય છે તેવી માન્યતા છે. એક અન્ય માન્યતા એવી પણ છે કે 3 પરિક્રમા કરવાથી અને દોરો બાંધવાથી પણ ઈચ્છા પૂરી થાય છે.

મંદિરનો ઇતિહાસ

ખજરાના ગણેશ મંદિરનું નિર્માણ 1735માં તત્કાલિન હોલ્કર વંશની શાસક અહિલ્યાબાઈ હોલ્કરે કર્યું હતું. કહેવાય છે કે ખજરાના ગણેશ મંદિરના નિર્માણ માટે ગણેશ ભગવાને એક પંડિતને સ્વપ્ન આપ્યું હતું. એમાં તેમને દેખાયું કે ભગવાન ગણેશની મૂર્તિ જમીનમાં દબાઈ ગઈ છે અને તેને ત્યાંથી નિકાળો. આ સપના વિશે પંડિતે અન્ય લોકોને જણાવ્યું, રાણી અહિલ્યા બાઈએ સ્વપ્ન અનુસાર જગ્યા ખોદાવી અને તેમાંથી ગણેશજીની પ્રતિમા મળી અને મંદિર નિર્માણ કરાયું. ગણપતિનું આ મંદિર દેશના સૌથી ધની ગણેશ મંદિરોમાંનું એક ગણાય છે. શ્રદ્ધાળુઓ મનોકામના પૂરી થયા બાદ અહીં આવે છે અને દિલ ખોલીને દાન કરે છે. રોજ અહીં વિધિ વિધાન સાથે પૂજા કરાય છે પણ બુધવારે અહીં ખાસ રીતે લાડુના પ્રસાદ સાથે પૂજા થાય છે. અહીં વિશેષ પૂજા અને આરતી પણ કરાય છે.

હોલકર રાજવંશની મહારાણીએ કરાવ્યું હતું  મંદિરનું નિર્માણ

khijra 2 આ ગણેશ મંદિરમાં ઉંધો સાથિયો કરવાથી બાપ્પા કરે છે ભક્તોની મનોકામના પુર્ણ

આ મંદિરના નિર્માણ વિશે એવું કહેવામાં આવે છે કે સ્થાનિક પંડિતને તેના સ્વપ્નમાં આ મંદિરના નિર્માણ વિશે સંકેત મળ્યો હતો, ત્યારે આ જાણકારી પંડિતે બધા લોકોને જણાવી હતી, રાણી અહિલ્યાબાઈ હોલકરે તેના વિશે સાંભળ્યું તો તેમણે તેની ઉપર ગંભીરતાથી વિચાર કર્યો અને સ્વપ્ન અનુસાર, જ્યારે તે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું હતું, તો બરોબર એવી જ ભગવાન ગણેશજીની મૂર્તિ ત્યાંથી મળી આવી હતી.ઇંદોરનું ખજરાણા ગણેશ મંદિરનું નિર્માણ 1735 માં હોલકર રાજવંશની મહારાણી અહિલ્યાબાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ભક્તો આ મંદિરની ત્રણ પરિક્રમા કરી મંદિરની દિવાલ ઉપર દોરો બાંધે છે.

બુધવારે  વિશેષ આરતીનું આયોજન

khijra 3 આ ગણેશ મંદિરમાં ઉંધો સાથિયો કરવાથી બાપ્પા કરે છે ભક્તોની મનોકામના પુર્ણ

ભગવાન ગણેશજીને પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે અને તેમની પૂજા સૌ પ્રથમ કરવામાં આવે છે, ભગવાન ગણેશજીના ખજરાણા મંદિરમાં દરરોજ ભક્તોની ભીડ રહે છે, પરંતુ બુધવારના દિવસે અહિયાં ભક્તોની ભારે ભીડ રહે છે, બુધવારના દિવસે દુર દુરથી લોકો ભગવાન ગણેશજીના આ મંદિરમાં તેમના આશીર્વાદ મેળવવા માટે આવે છે, બુધવારે અહિયાં વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવે છે.

ગણેશજી સાથે અન્ય 33 નાના-મોટા મંદિરો

ખજરાના ગણેશ મંદિર સંકુલમાં 33 નાના-મોટા મંદિરો.ભગવાન ગણેશજીના આ પ્રખ્યાત અને ચમત્કારિક મંદિરની અંદર ભગવાન ગણેશજી સાથે સાથે અન્ય 33 નાના-મોટા મંદિરો પણ આવેલા છે, આ સ્થળે સાંઇ બાબા, ભગવાન શિવજી, માતા દુર્ગા, ભગવાન શ્રી રામ, હનુમાનજી સહિત અનેક દેવી દેવતાઓના મંદિરો બનેલા છે, આ મંદિરના પ્રાંગણમાં એક પીપળનું જૂનું વૃક્ષ પણ આવ્યું છે, જેને લોકો ઇચ્છા પૂર્ણ કરનારુ વૃક્ષ કહે છે.