ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર/ અમદાવાદની આ સ્કૂલમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરને જબરદસ્તી યુરિન….

વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
રેગિંગ

જ્યારે પણ કોઈ વિદ્યાર્થી શાળા કે કોલેજમાં એડમિશન લે છે ત્યારે તે સ્થળ વિદ્યાર્થી માટે વિદ્યાનું મંદિર હોય છે.પરંતુ આવું સ્થળ જ્યારે રેગિંગનું સ્થળ બની જાય ત્યારે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે શહેરની વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં વાલીએ પોલીસને જાણ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં થોડા દિવસ પહેલા એટલે કે,20 એપ્રિલે શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. ત્યારે સ્કૂલના 12માં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અન્ય જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરી રહ્યા હતા. સ્કૂલમાં આવતા જતા વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યા હતા. ત્યારે 9માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને જબરદસ્તી ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ ખેંચીને બાથરૂમમાં લઈ ગયા હતા જ્યાં અગાઉથી જ એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું જે વિદ્યાર્થીને ખેંચીને લાવેલા હતા તેણે પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેને કોઈને આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી.

આ અંગે પીડિત વિદ્યાર્થીએ સ્કૂલ કે ઘરે જાણ કરી ન હતી. પરંતુ પીડિતના પરિવારને બીજા થકી આ વાતની જાણ થતાં તેઓએ સ્કૂલમાં ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીએ કરેલી ફરિયાદ અંગે કોઈ પગલાં લેવાયા નહોતા જેથી વાલી આ અંગે સ્કૂલમાં રજુઆત કરવા ગયા હતા છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી વાલીએ 23 એપ્રિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. ત્યારે સ્કૂલ તરફથી વાલીને લેખિતમાં માફી આપવા જણાવ્યું હતું પરંતુ વાલી જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે તે જ વિદ્યાર્થીઓએ પણ વાલી સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું.

માતાપિતા શાળાના ભરોસે પોતાના માસુમ બાળકોને શાળાએ મોકલે છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી શાળાએ જતાં બાકીના બાળકોના માનસ પર શું અસર થશે તે વિચારવા જેવુ છે.

આ પણ વાંચો:ભાજપ વિરુદ્ધ ‘ચાર્જશીટ’ જારી કરશે કોંગ્રેસ, આ છે સંપૂર્ણ પ્લાન

ગુજરાતનું ગૌરવ