IPL 2021/ સંકટનાં આ સમયે BCCI ને મળ્યો ગ્રીમ સ્મિથનો સાથ, બોર્ડનાં વખાણ કરતા જાણો શું કહ્યુ?

આઈપીએલ 2021 નાં ​​મુલતવી થયા પછી, બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા છે. પરંતુ આ સાથે, બીસીસીઆઈ દ્વારા આઈપીએલ 14 માટે બનાવેલા બાયો બબલ વિશે સતત ચર્ચા થઈ રહી છે.

Sports
123 146 સંકટનાં આ સમયે BCCI ને મળ્યો ગ્રીમ સ્મિથનો સાથ, બોર્ડનાં વખાણ કરતા જાણો શું કહ્યુ?

આઈપીએલ 2021 નાં ​​મુલતવી થયા પછી, બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા છે. પરંતુ આ સાથે, બીસીસીઆઈ દ્વારા આઈપીએલ 14 માટે બનાવેલા બાયો બબલ વિશે સતત ચર્ચા થઈ રહી છે. બીસીસીઆઈએ આઈપીએલ માટે મજબૂત બાયો બબલ બનાવ્યો હતો, પરંતુ આ પછી પણ તેમાં કોરોના વાયરસ દાખલ થયો અને કેટલાક ખેલાડીઓને કોરોના સંક્રમણ લાગ્યો. જો કે આ કેવી રીતે બન્યુ તે એક મોટો પ્રશ્ન છે. આ સાથે હવે સાઉથ આફ્રિકા ક્રિકેટનાં ડાયરેક્ટર ગ્રીમ સ્મિથ કહે છે કે તેમના દેશનાં ખેલાડીઓ ભારતીય ક્રિકેટ બોર્ડનાં આઈપીએલ માટે બનાવવામાં આવેલા બાયો બબલમાં પોતાને સુરક્ષિત અનુભવતા હતા.

123 147 સંકટનાં આ સમયે BCCI ને મળ્યો ગ્રીમ સ્મિથનો સાથ, બોર્ડનાં વખાણ કરતા જાણો શું કહ્યુ?

ક્રિકેટ / આજે થઇ શકે છે WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાનું એલાન

ભારતમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે આઈપીએલનું આયોજન થયુ હતુ, પરંતુ તાજેતરમાં કેટલીક ટીમોમાં કોરોનાનાં કેસ મળ્યા બાદ આ અઠવાડિયાની શરૂઆતમાં IPL સ્થગિત કરવામાં આવી હતી. પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથે કહ્યું છે કે, આપણે કોઈ પણ રૂપમાં જજ કરી શકીએ નહીં. મેં ખેલાડીઓ સાથે વાત કરી હતી અને તેઓ સુરક્ષિત અનુભવી રહ્યા છે. તેઓ માને છે કે ભારતમાં બાયો બબલનો અનુભવ સારો રહ્યો છે. તેમને ક્યારેય જોખમનો અનુભવ થયો નથી. ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન ગ્રીમ સ્મિથે કહ્યું કે, ઘણી વખત તમે તે બધુ કરી શકો છો જે તમે કરવા માંગો છો, પરંતુ જ્યારે દેશમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે જોખમ રહે જ છે. જો તે બબલની અંદર આવી જાય છે, ત્યારબાદ શું થશે તે અંગે જાણકારી મેળવવી થોડી મુશ્કેલ છે. ટૂર્નામેન્ટ મુલતવી રાખ્યા બાદ ખેલાડીઓને તેમના ઘરે પાછા મોકલવામાં મદદ કરવા બદલ ગ્રીમ સ્મિથે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ની પ્રશંસા કરી છે. સ્મિથે કહ્યું કે, બીસીસીઆઈએ દરેકને ઘરે મોકલવામાં જે રીતે પોતાનો ભાગ ભજવ્યો છે તે ખૂબ સરસ છે. અમારા ખેલાડીઓ માટે તે વાત સારી રહી કે અમારી સરહદો બંધ નહોતી.

123 148 સંકટનાં આ સમયે BCCI ને મળ્યો ગ્રીમ સ્મિથનો સાથ, બોર્ડનાં વખાણ કરતા જાણો શું કહ્યુ?

સંકટ સમયે મદદ / આ ખેલાડીએ IPL ની પૂરી ફી કોરોના લડાઈ માટે દાનમાં આપી

આ પહેલા બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, આઈપીએલ-14 દરમિયાન બાયો બબલનું કોઈ ઉલ્લંઘન થયું છે તે કહેવું થોડુ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, બોર્ડ દ્વારા પ્રાપ્ત અહેવાલમાં એવું જણાતું નથી કે બાયો બબલનું ક્યાંય ઉલ્લંઘન થયું છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, અમને પ્રાપ્ત રિપોર્ટ મુજબ બાયો બબલનું કોઈ ઉલ્લંઘન થયું નથી. તે કેવી રીતે થયું તે અત્યારે કહેવું ખૂબ મુશ્કેલ છે. દેશમાં કેટલા લોકો સંક્રમિત થઇ રહ્યા છે, આ કહેવું પણ ખૂબ મુશ્કેલ છે.

sago str 5 સંકટનાં આ સમયે BCCI ને મળ્યો ગ્રીમ સ્મિથનો સાથ, બોર્ડનાં વખાણ કરતા જાણો શું કહ્યુ?