વડોદરા/ કોરોના બન્યો કાળ, ભાજપના આ મહિલા નેતાનું થયું નિધન

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના વાયરસે માથું ઉચક્યું છે અને દિનપ્રતિદિન કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાં પણ વધારો થઇ રહ્યો છે,

Gujarat Vadodara
A 214 કોરોના બન્યો કાળ, ભાજપના આ મહિલા નેતાનું થયું નિધન

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના વાયરસે માથું ઉચક્યું છે અને દિનપ્રતિદિન કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે આ વાયરસની ઝપેટમાં રાજકીય પાર્ટીના નેતાઓ પણ આવી રહ્યા છે.

આ જ રીતે વડોદરા શહેરમાં કોરોનાએ કહેર મચાવતા ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું કોરોના વાયરસથી નિધન થયું છે, જેને લઈને રાજકારણમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

શકુંતલાબેન શિંદેનું છેલ્લા કેટલાક દિવસથી તેમની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ અંતે તેઓનું નિધન થયું છે. શકુંતલા શિંદે ગત બોર્ડમાં વોર્ડ 18નાં કાઉન્સિલર હતાં.

બીજી બાજુ કોરોના વાયરસનો ચેપ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતાને પણ લાગ્યો છે. આ સાથે વોર્ડ નં-11ના મહિલા કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર અને તેમના પતિ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત વીએમસીના દંડક ચિરાગ બારોટના માતા, પુત્ર અને પુત્રવધૂ, તેમજ વીએમસી સભા ખંડનો પટાવાળો પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

વડોદરામાં કેસનો કુલ આંક 25,836 થયો

વડોદરા સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25836 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 244 થયો છે. અત્યાર સુધીમાં કુલ 24935 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. આજે શનિવારે અને કાલે રવિવારના રોજ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવામાં આવશે.