દારૂની હેરાફેરી/ વેજલપુરમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ઝડપ્યો, પાયલોટીંગ કાર અને કારચાલક પણ પકડાયો

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ વેજલપુર પોલીસે ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે..પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી તે સમયે પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ નંબર વિનાની વેન્યુ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી સોનલ સિનેમાં રોડથી મકરબા થઈ બુટભવાની તરફ જવાનો છે..જે કારની આગળ એક ઈસમ વર્ના કાર લઈને પાયલોટીંગ કરે છે.. જે […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 17 at 6.42.13 PM 1 વેજલપુરમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ઝડપ્યો, પાયલોટીંગ કાર અને કારચાલક પણ પકડાયો

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

વેજલપુર પોલીસે ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે..પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી તે સમયે પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ નંબર વિનાની વેન્યુ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી સોનલ સિનેમાં રોડથી મકરબા થઈ બુટભવાની તરફ જવાનો છે..જે કારની આગળ એક ઈસમ વર્ના કાર લઈને પાયલોટીંગ કરે છે.. જે બાતમીની આધારે પોલીસે વોચ ગોઠવી હતીથોડી વારમાં બાતમી વાળી વેન્યુ અને વર્નાં કાર દેખાતા પોલીસે તે કારને રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે કાર બુટભવાની મંદિર તરફ ભગાવી હતી.

આ પણ વાંચો: છેલ્લા 1 વર્ષમાં 5 લાખથી વધુ અમદાવાદીઓએ માસ્ક નહિ પહેરી ભર્યો કરોડો રૂપિયાનો દંડ

પોલીસે બન્ને કારનો ફિલ્મી ઢબે પીછો કરી બુટભવાની મંદિરથી ક્રોસીંગ સુર્યનગર ટાઈટેનીયમ સીટીની બાજુમાં રહેલ લેન્ડમાર્ક કોમ્પલેક્ષનાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી વેન્યુ કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 બોટલો સાથે સુરેન્દ્રનગરનાં પાટડીનાં રહેવાસી સાહીદખાન મલેક નામનાં યુવકને ઝડપી લીધો છે. સાથે વર્ના કાર લઈને દારૂ ભરેલી કારનુ પાયલોટીંગ કરનાર વેજલપુરનાં શ્રીનંદનગરનાં નિરંજન મકવાણા નામનાં શખ્સને પણ ઝડપી 10 લાખની કિંમતની બે કાર સહિત 22 હજારથી વધુનો દારૂ અને 18 હજારની કિંમતનાં 4 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી..