Not Set/ વાવાઝોડા ને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અંદાજે ૩૫૦૦ થી વધુ શ્રમજીવીઓ નું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

દેવજી ભરવાડ-મંતવ્ય ન્યુઝ તાઉ તે વાવાઝોડાની આગાહી ને ધ્યાને લઇ સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા અંતરિયાળ છેવાડાના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી તે જ બનાવી હતી.વાવાઝોડાની આગાહી ને ધ્યાને લઇ લોકોના જાનમાલની સલામતી ને બરકરાર રાખવાના હેતુસર સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડીયા અને જિલ્લાની પોલીસે આવા લોકોને સલામત સ્થળે ખસેડવા સાથે […]

Gujarat Others
Untitled 230 વાવાઝોડા ને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અંદાજે ૩૫૦૦ થી વધુ શ્રમજીવીઓ નું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

દેવજી ભરવાડ-મંતવ્ય ન્યુઝ

તાઉ તે વાવાઝોડાની આગાહી ને ધ્યાને લઇ સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા અંતરિયાળ છેવાડાના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી તે જ બનાવી હતી.વાવાઝોડાની આગાહી ને ધ્યાને લઇ લોકોના જાનમાલની સલામતી ને બરકરાર રાખવાના હેતુસર સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડીયા અને જિલ્લાની પોલીસે આવા લોકોને સલામત સ્થળે ખસેડવા સાથે ભોજન પૂરું પાડવાનું બીડું ઝડપ્યું હતું.

Untitled 233 વાવાઝોડા ને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અંદાજે ૩૫૦૦ થી વધુ શ્રમજીવીઓ નું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

આ કાર્યવાહીના ભાગરૂપે એસપી મહેન્દ્ર બગડીયા એ જાતે પોલીસ ટીમોને સાથે રાખી થાનગઢ, ચોટીલા, લીંબડી ,અને ચુડા ના અંતરિયાળ છેવાડાના વિસ્તારોમાં વસવાટ કરીને પરિવારનું પેટીયું રળતા અંદાજે ૩૫૦૦ થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું.એસપી મહેન્દ્ર બગડીયા એ આ લોકોને સુરક્ષિત આશરો આપવા ની સાથોસાથ તમામ આશ્રિતો માટે ભોજનની વ્યવસ્થા કરાવી ને ખાખી માં ધબકતી માનવતાના ની પ્રતીતિ કરાવી હતી. કુદરતી વાવાઝોડામાં ખરા સમયે જરૂરિયાત મંદોને મદદ કરીને ખાખી ની ગરિમાને વધુ ઊજળી કરી દેખાડી છે.હજારો અંતરિયાળ લોકો ને સલામત સ્થળે ખસેડીને તેમની ભોજન વ્યવસ્થા પૂરી પાડી જઠરાગ્નિ ઠારીને પરત ફરી રહેલ પોલીસે હાઇવે રસ્તાઓ પર ધરાશાયી થયેલા અંદાજે એક ડઝનથી વધુ વૃક્ષો અને ડાળીઓને દૂર હટાવીને આફતના સમયે ફરજની સાથોસાથ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Untitled 232 વાવાઝોડા ને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અંદાજે ૩૫૦૦ થી વધુ શ્રમજીવીઓ નું સલામત સ્થળે સ્થળાંતર કરાયું