New Feature/ વોટ્સએપ માં હવે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અન્ય યુઝર્સનુ સ્ટેટસ જોઈ શકશે

વોટ્સએપના લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખતી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, સ્ટેટસ ફીચર  અપડેટ થયા બાદ જો કોઇ યુઝર પોતાનું સ્ટેટસ અપલોડ કરશે તો તેના પ્રોફાઇલ પિક્ચર પર ગ્રીન રીંગ બનાવવામાં આવશે

Tech & Auto
Untitled 197 વોટ્સએપ માં હવે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અન્ય યુઝર્સનુ સ્ટેટસ જોઈ શકશે

વોટ્સએપ તેના યુઝર્સના એક્સપીરીયન્સને સુધારવા માટે સમય સમય પર ફીચર્સ અપડેટ કરતી રહે છે. ફરી એકવાર કંપની આ કરવા જઈ રહી છે. મોટાભાગના યુઝર્સ દરરોજ તેમના વોટ્સએપ સ્ટેટસ દ્વારા તેમના દૈનિક જીવન સાથે જોડાયેલી ઘટનાઓ તેમના મિત્રો સાથે શેર કરે છે. ટૂંક સમયમાં તેમાં એક નવું અપડેટ મળી શકે છે.

હવે યુઝર્સના કોન્ટેક્ટ લીસ્ટમાં કોન્ટેક્ટની પ્રોફાઇલ પિક્ચર પર ગ્રીન રીંગ બનેલી હશે, જેના પર ટેપ કરી યુઝર્સ ડાયરેક્ટ સ્ટેટસ જોઈ શકશે. અત્યાર સુધી સ્ટેટસ પર જઈને તેને અલગથી જોઈ શકાતું હતું. જોકે, કંપની દ્વારા આ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

વોટ્સએપના લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખતી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, સ્ટેટસ ફીચર  અપડેટ થયા બાદ જો કોઇ યુઝર પોતાનું સ્ટેટસ અપલોડ કરશે તો તેના પ્રોફાઇલ પિક્ચર પર ગ્રીન રીંગ બનાવવામાં આવશે, જે બતાવશે કે આ યુઝર્સે સ્ટેટસ અપડેટ કર્યુ છે.  એવું માનવામાં આવે છે કે હાલમાં આ ફીચરનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે અને કંપની ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે.

આ ફીચર  ઇન્સ્ટાગ્રામ જેવું હશે. જેમાં ચેટ્સમાં પ્રોફાઇલ પર રિંગ હોય છે અને તેના પર ટેપ કરીને યૂઝર્સઅન્ય યુઝર્સની સ્ટોરી જોઈ શકે છે, તેવી જ રીતે વોટ્સએપનુ આ ફીચર કામ કરશે. કંપનીએ આ સ્ટેટસ ફીચર વર્ષ 2017 માં લોન્ચ કર્યું હતું