Prophet Muhammad Row/ ઉત્તરપ્રદેશમાં હિંસા મામલે યોગી સરકાર એકશનમાં,116 લોકોની કરવામાં આવી ધરપકડ

મુસ્લિમો નુપુર શર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે,જેના લીધે  આ પ્રદર્શન કરી રહ્યા છે. આજે શુક્રવારની નમાજ બાદ કટ્ટરપંથીઓ દ્વારા શાંતિ ડોહલાવવાનો પ્રયાસ કર્યો હતો અને હિંસા ફેલાવી હતી

Top Stories India
2 24 ઉત્તરપ્રદેશમાં હિંસા મામલે યોગી સરકાર એકશનમાં,116 લોકોની કરવામાં આવી ધરપકડ

ભાજપના નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, આ વિવાદ અટકી નથી રહ્યું,મુસ્લિમો નુપુર શર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે,જેના લીધે  આ પ્રદર્શન કરી રહ્યા છે. આજે શુક્રવારની નમાજ બાદ કટ્ટરપંથીઓ દ્વારા શાંતિ ડોહલાવવાનો પ્રયાસ કર્યો હતો અને હિંસા ફેલાવી હતી જે પગલે યોગી સરકાર એકશનમાં આવી છે અને 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં નવીનતમ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં સરકારે અધિકારીઓને આ અસામાજિક તત્વો સાથે કડકાઈથી વ્યવહાર કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. સરકારનું કહેવું છે કે કાયદો હાથમાં લેનારાઓને સખત પાઠ ભણાવવામાં આવશે.કાર્યવાહી કરતા વહીવટીતંત્રે સહારનપુરમાં 38, હાથરસમાં 24, આંબેડકર નગરમાં 23, પ્રયાગરાજમાં 22, મુરાદાબાદમાં 7 અને ફિરોઝાબાદમાં 2 લોકોની ધરપકડ કરી છે.

સહારનપુરના SSPએ કહ્યું કે હંગામાના સંબંધમાં પોલીસે 38 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય હાથરસમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાથરસમાં હંગામા બાદ રસ્તાઓ પર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ડીઆઈજી દીપક કુમારે કહ્યું છે કે આ એક નાનું શહેર છે, પથ્થરમારો થયો છે, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, શાંતિ જાળવી રાખવામાં આવી છે.