inaugurates/ મેટ્રો રેલ પ્રોજેક્ટના શુભારંભમાં અમિત શાહે કહ્યું, – PMએ પહેલેથી જ માળખાગત સુવિધાઓ પર ભાર મુક્યો છે

મેટ્રો રેલ પ્રોજેક્ટના શુભારંભમાં અમિત શાહે કહ્યું, – PMએ પહેલેથી જ માળખાગત સુવિધાઓ પર ભાર મુક્યો છે

Top Stories Gujarat Others
corona ૧૧૧૧ 45 મેટ્રો રેલ પ્રોજેક્ટના શુભારંભમાં અમિત શાહે કહ્યું, - PMએ પહેલેથી જ માળખાગત સુવિધાઓ પર ભાર મુક્યો છે
@સોનલ અનડકટ, અમદાવાદ 
અમદાવાદ ગાંધીનગર ને જોડતા મેટ્રો રેલ પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરચુઅલ શુભારંભ કરાવ્યો હતો. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ નો પણ તેમણે રિમોટથી વરચુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે, અમદાવાદ અને સુરતને મહામૂલી ભેટ મળી રહી છે. મેટ્રો આ બન્ને શહેર ની કનેક્ટિવિટી ને મજબૂત કરશે. અમદાવાદ અને સુરત આત્મનિર્ભરતાને ઉજાગર કરતા શહેર છે ત્યારે મેટ્રો પ્રોજેક્ટ ને આવનાર વર્ષોની જરૂરિયાત ને ધ્યાને લઇ તૈયાર કરાયો છે.
વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે,પહેલાની સરકાર કરતા ભાજપ સરકારની કામગીરી મેટ્રો પ્રોજેક્ટ થી સાબિત થાય છે. હજુ પણ દેશના 27 શહેરોમાં 1 લાખ કિલોમીટર થી વધુના મેટ્રો પ્રોજેક્ટ માટે કામ થઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ જણાવ્યું કે, દેશભરમાં 708 કિલોમીટર નું મેટ્રોનું નેટવર્ક 18 શહેરોમાં ફેલાયેલું છે. અમદાવાદ અને સુરતનો મેટ્રો પ્રોજેક્ટ પ્રજા માટે સીધો ફાયદાકારક બનશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન એ પહેલેથી જ માળખાગત સુવિધાઓ પર ભાર મુક્યો છે ત્યારે મેટ્રો પ્રોજેકટ બન્ને શહેરોના શહેરી વિકાસ માટે ફાયદાકારક બનશે. આ પ્રોજેક્ટ થી ગુજરાત નો વિકાસ ઝડપી બનશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું કે મેટ્રો પ્રોજેક્ટ એ નવા ભારતની સંકલ્પના છે. અગાવ યુપીએ સરકારમાં ગુજરાત ને અન્યાય થતો હતો પણ હવે ગુજરાત વિકાસ નું રોલ મોડેલ બનયુ છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરો માં લાઈટ મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરાશે.
મેટ્રો ફેઝ-2 પ્રોજેક્ટ ની વિશેષતા
મેટ્રો ફેઝ-2 કુલ રૂ. 5384 કરોડનો પ્રોજેક્ટ છે જેમાં કુલ લંબાઈ 40.03 કિલોમીટર ની છે. જેમાં 6.5 કિલોમીટર મેટ્રો રૂટ 2019 થી કાર્યરત છે, બાકીના 33.5 કિલોમીટર ની કામગીરી ઓગસ્ટ-2022 સુધીમાં પૂર્ણ કરાશે. મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર ને જોડતો રૂટ 22.838 કિલોમીટર નો છે જેના પર 20 સ્ટેશન આવશે. જીએનએલયુ થી ગિફ્ટ સિટીને જોડતો રૂટ 5.416 કિલોમીટર નો છે જેના પર બે સ્ટેશન આવશે. આ રીતે કુલ 28.254 કિલોમીટર ના રૂટ પર 22 સ્ટેશન આવશે અને આ પ્રોજેકટ ને સ્વતંત્રતા ના 75માં વર્ષની ભેટરૂપે ઓગસ્ટ-2022માં લોકાર્પણ કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Business / વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે પણ 2020 માં ચીનની અર્થવ્…

Covid-19 / એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાન…

Weather / હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું…

airport / એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા આટલાં એરપોર્ટને સલ…

Gandhinagar / આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય :રાજ્યપ…

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…