Not Set/ વૈદિક મંત્રોચ્ચાર સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2નો શુભારંભ

અદાવાદ શહેરના અડાલજ ખાતે આજથી ૩, ૪ અને ૫ જાન્યુઆરી દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બાહ્મણ બિઝનેસ સમિટ-૨નું આયોજન કરવામાં આવ્યુ છે. સૌથી પહેલા ધર્મસભાની શરૂઆત થઇ હતી અને ત્યારબાદ બીટુબી મીટિંગ અને રોજગાર મેળો યોજાશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે બ્રહ્મ ગૌરવ એવોર્ડનું પણ વિતરણ કરવામાં આવશે. ૩ લાખ ૫૦ હજાર […]

Ahmedabad Gujarat
કીર્તીદાન 1 વૈદિક મંત્રોચ્ચાર સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2નો શુભારંભ

અદાવાદ શહેરના અડાલજ ખાતે આજથી ૩, ૪ અને ૫ જાન્યુઆરી દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બાહ્મણ બિઝનેસ સમિટ-૨નું આયોજન કરવામાં આવ્યુ છે. સૌથી પહેલા ધર્મસભાની શરૂઆત થઇ હતી અને ત્યારબાદ બીટુબી મીટિંગ અને રોજગાર મેળો યોજાશે.

આ ત્રણ દિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે બ્રહ્મ ગૌરવ એવોર્ડનું પણ વિતરણ કરવામાં આવશે. ૩ લાખ ૫૦ હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ત્રણ લાખથી વધુ બ્રહ્મ પરિવારના લોકો ભાગ લેશે. બી ટૂ બી અને બી ટુ સી મિટિંગ તથા રોગજાર મેળો તેમજ ૨૦૦ ઉપરાંત ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પણ લાગ્યા છે.

વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર ૬૦૦થી વધુ બ્રહ્મ પ્રતિભાઓને આ કાર્યક્રમ માં સન્માનીત કરવામાં આવશે. ૧૦૦૦થી વધુ યુવક-યુવતીઓને રોજગારી પૂરી પાડવાનો એક અંદાજ આયોજકો દ્વારા મૂકવામાં આવ્યો છે. પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાકાર રમેશભા ઓઝા, ચૂંદળીવાળા માતાજી, પૂ.જિગ્નેસદાદા સહિત ૧૫૦થી વધુ સાધુ-સંતો  અને કથાકારોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સહિત ૧૦૧ સ્વાગત સાથે ધર્મસભાની શરૂઆત થઇ છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર  ત્રિવેદી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.