ચાણસ્મા/ પાટણ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીની કરી ધરપકડ

પાટણના ચાણસ્મામાં સામાન્ય બાબતે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવાન જે જગ્યાએ કામે જતો હતો તે શખ્સે જ તેની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે.

Gujarat Others
પાટણ

પાટણના ચાણસ્મામાં સામાન્ય બાબતે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવાન જે જગ્યાએ કામે જતો હતો તે શખ્સે જ તેની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. આરોપીએ યુવકનું ગળું દબાવી હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને નદીમાં ફેંકી દીધી હતી. જો કે, નદીમાં લાશ ઉપર તરતી દેખાતા આરોપીએ લાશ લઈ નર્મદા કેનાલમાં નાખી હોવાનો ચોંકાવનારી વિગતો સામે આવી છે.પોલીસે ફરિયાદને આધારે આરોપી બકાજી ઠાકોર વિરુદ્ધ IPC કલમ-302 મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે

પાટણના ચાણસ્મામાં સામાન્ય બાબતે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવાન જે જગ્યાએ કામે જતો હતો તે શખ્સે જ તેની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. આરોપીએ યુવકનું ગળું દબાવી હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને નદીમાં ફેંકી દીધી હતી. જો કે, નદીમાં લાશ ઉપર તરતી દેખાતા આરોપીએ લાશ લઈ નર્મદા કેનાલમાં નાખી હોવાનો ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચાણસ્મામાં નજીવી બાબતે હત્યા થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભાટવાસણાનો 30 વર્ષીય યુવાન છમીછાના આરોપીને ત્યાં મજૂરીએ જતો હતો. જેમાં યુવાને આરોપીને છાપરા પર બોલાવતાં મોડે સુધી આવ્યો નહતો. તેથી યુવાને આરોપીને વારંવાર ફોન કરીને બોલાવ્યો હતો. તેથી આરોપી રોષે ભરાઇ છાપરા પર આવતાં, ‘કેમ મને આટલા બધા ફોન કરે છે’ તેમ કહી યુવાનની છાતી પર બેસી ગળું દબાવ્યું હતું. ત્યારબાદ મોઢાના ભાગે મુક્કા મારી પતાવી નાખી નદીમાં ફેંકી દીધો હતો.

પોલીસે પ્રકાશ ઠાકોરની ફરિયાદને આધારે આરોપી બકાજી ઠાકોર વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-302, 506(2), 201 મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. તેમજ ગુનામાં વાપરેલું ટ્રેક્ટર તથા ટ્રોલી તપાસ અર્થે કબ્જે કર્યુ હતું અને વધુ તપાસ માટે નામ. કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ આર.એમ. વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ચાણસ્મા પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.

આ પણ વાંચો:પૂજારીએ માતાનો મૃતદેહ મંદિરમાં દફનાવ્યો, કલેક્ટરથી લઈને પોલીસ સ્ટેશન સુધી હંગામો

આ પણ વાંચો:મહિલાઓ પર અત્યાચારમાં અવ્વલ છે પાકિસ્તાન, છેલ્લા 8 મહિનામાં ઘણી મહિલાઓ સાથે થયો દુર્વ્યવહાર

આ પણ વાંચો:હિંદુ મહિલાઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે ‘મંગલસૂત્ર’ ઉતારવાનું કહ્યું, મુસ્લિમોને ‘બુરખા’ સાથે છૂટ