Not Set/ પાટીદાર ગ્લોબલ સમિટનો શુભારંભ, સરદારની 50 ફૂટની પ્રતિમાનું CM રૂપાણીના હસ્તે અનાવરણ

CM રૂપાણીએ કરાવ્યો બિઝનેસ સમિટનો પ્રારંભ 3 થી 5 જાન્યુઆરી સુધી યોજાશે બિઝનેસ સમિટ CM રૂપાણી વિવિધ સ્ટોલની લઈ રહ્યા છે મુલાકાત અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અઢી કરોડના ખર્ચે સરકાર પટેલની આ પ્રતિમા તૈયાર કરાઈ છે. વૈષ્ણોદેવી સર્કલ ખાતે […]

Uncategorized
sardar પ્રતિમા પાટીદાર ગ્લોબલ સમિટનો શુભારંભ, સરદારની 50 ફૂટની પ્રતિમાનું CM રૂપાણીના હસ્તે અનાવરણ

CM રૂપાણીએ કરાવ્યો બિઝનેસ સમિટનો પ્રારંભ

3 થી 5 જાન્યુઆરી સુધી યોજાશે બિઝનેસ સમિટ

CM રૂપાણી વિવિધ સ્ટોલની લઈ રહ્યા છે મુલાકાત

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અઢી કરોડના ખર્ચે સરકાર પટેલની આ પ્રતિમા તૈયાર કરાઈ છે. વૈષ્ણોદેવી સર્કલ ખાતે 17 હજાર કિલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી સરદારની આ પ્રતિમા સૌથી ઊંચી છે. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, મનસુખ માંડવિયા, અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલ અને પ્રતિમા માટે દાન આપનાર રણછોડભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની આજથી શરૂઆત થઈ છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સમિટનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસીય આ સમિટમાં અનેક ઊદ્યોગકારો ભાગ લેશે. 32 કંપનીઓ 6 હજાર જોબ ઓફર કરશે. અને ધો.10-12 અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને 7 લાખનું સુધીનું પેકેજ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.