Jamnagar/ જામનગરના લીમડા લેન ખાતે ચાલુ વરસાદે વિજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા વીજ પુરવઠો ખોરવાયો

 વીજ તંત્રની ટુકડીએ દોડી જઈ ચાલુ વરસાદમાં વીજ ટ્રાન્સફોર્મર અને વીજવાયરો બદલવાની કામગીરી પાર પાડી

Top Stories Gujarat
Beginners guide to 2024 07 01T205800.766 જામનગરના લીમડા લેન ખાતે ચાલુ વરસાદે વિજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા વીજ પુરવઠો ખોરવાયો

@ સાગર સંઘાણી

Jamnagar News : જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.

જામનગર ના લીમડા લાઈન વિસ્તાર માં કોંગ્રેસ ભવન ની બાજુમાં આવેલ ૨૦૦ કેવી ટ્રાન્સફોર્મરસાથે જોડાયેલો ૧૫૦ એમ.એમ.નો કેબલ વરસાદમાં ઇનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતા.
જ્યાં તાત્કાલિક અસરથી પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરવાની જરૂરિયાત ઊભી થઇ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનીકલ ટીમ તથા જુનિયર ઇજનેર ની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિક વાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમ્યાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો તૂરતજ રાબેતા મુજબ બનાવી દેવાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

.