શરમજનક/ રાજકોટમાં ઓમકાર સ્કૂલની ઘટના, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર્યો ઢોર માર

શિક્ષક ધર્મેશ ગઢીયાએ સ્કૂલના CCTV બંધ કરી જાણે કોઈ આરોપીને ફટકારતાં હોય તે રીતે લાકડી અને હાથથી ઢોર માર માર્યો હતો.

Rajkot Gujarat
ઢોર માર
  • રાજકોટમાં ઓમકાર સ્કૂલની ઘટના
  • પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને ઢોર માર
  • આચાર્ય અને અન્ય શિક્ષક સામે આક્ષેપ
  • સ્કૂલના CCTV બંધ કરી માર્યો માર
  • વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના સાઈ બાબા સર્કલ પાસે ઓમકાર સ્કૂલના ધોરણ-10 વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીના હાથે ગેંડીનું પાટિયું તૂટી જતાં પ્રિન્સિપાલ રજનીશ ગઢીયા અને શિક્ષક ધર્મેશ ગઢીયાએ સ્કૂલના CCTV બંધ કરી જાણે કોઈ આરોપીને ફટકારતાં હોય તે રીતે લાકડી અને હાથથી ઢોર માર માર્યો હતો. ઢોર માર મારતા ઘવાયેલા વિદ્યાર્થીને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ વિદ્યાર્થીના પરિવારે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તારીખ હાલ નજીક આવી રહી છે ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલના સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક દ્વારા ઢોર માર મરવામાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના સાઈ બાબા સર્કલ નજીક આવેલ ઓમકાર સ્કૂલના ધોરણ 10 વિદાય સમારંભ દરમિયાન દર્શન નામના વિદ્યાર્થીના હાથે ગેંડીનું પાટિયું તૂટી જતાં ઓમકાર સ્કૂલના પ્રિન્સિપાલ રજનીશ ગઢીયા અને શિક્ષક ધર્મેશ ગઢીયાએ સ્કૂલના CCTV બંધ કરી જાણે કોઈ આરોપીને ફટકારતાં હોય તે લીધે લાકડી અને હાથથી ઢોર માર માર્યો હતો.

ઢોર માર મારતા ઘવાયેલા વિદ્યાર્થીને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ વિદ્યાર્થીના પરિવારે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ, ઠેરઠેર જગ્યાએ કરાઈ ઉજવણી

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય મહેશ મકવાણાનું નિધન, કોળી સમાજ શોક મગ્ન

આ પણ વાંચો :ફ્રેન્ડને ડયૂટી સોંપી બોયફ્રેન્ડ સાથે ફરવા જવું મહિલા કોન્સ્ટેબલને પડ્યું ભારે, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો :અંકલેશ્વરમાં “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર ,પત્રકારત્વને ગણાવ્યું “મિરર ઓફ ધ સોસાયટી”