IT વિભાગના દરોડા/ અમદાવાદના બે બિલ્ડરોના ત્યાં આયકર વિભાગના દરોડા,જાણો વિગત

આજે રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં બે બિલ્ડરોના ત્યાં આયકર વિભાગના દરોડા પડ્યા છે

Top Stories Gujarat
આયકર અમદાવાદના બે બિલ્ડરોના ત્યાં આયકર વિભાગના દરોડા,જાણો વિગત
  • અમદાવાદમાં ઈન્કમટેક્સનું ઓપરેશન
  • બે બિલ્ડરોને ત્યાં તવાઈ
  • શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગના દરોડા નામાંકિત બિલ્ડરોના ત્યા પડી રહ્યા છે, આજે રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં બે બિલ્ડરોના ત્યાં આયકર વિભાગના દરોડા પડ્યા છે. હાલ સમગ્ર બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે, અમદાવાદના નામાંકિત જૂથ ષિલ્પ અને શિવાલિક જુથના ત્યાં હાલ દરોડા પડ્યા છે, હાલ તેમની ઓફિસ સહિત રહેઠાણ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. અનેક બેનામી સંપત્તિ મળવાની આશંકા છે . હાલ ઇન્કમટેક્ષ અધિકારીઓએ ઓફિસ પર સર્ચ આપરેશન હાથ ધર્યું છે, ઉલ્લેખનીય છે રાજ્યમાં છેલ્લા બે મહિનાથી બિલ્ડર લોબી પર આયકર વિભાગના દરોડા અવિરત રીતે ચાલુ છે.

શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થલો પર આયકર વિભાગનું સઘન સર્ચ આપરેશન ચાલુ છે, મોટી બેનામી રકમ મળી આવે તેવી પ્રબળ શક્યતા છે.