નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યક્તિગત કરદાતાઓએ તેમના આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, સુધી લંબાવી છે. નાણાં મંત્રાલયે શનિવારે આ માહિતી આપી છે. અગાઉ, કરદાતાઓ માટે ટેક્સ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી.

નાણાં મંત્રાલયે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે મે મહિનામાં નાણાકીય વર્ષ 2019-20 માટે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇથી 30 નવેમ્બર 2020 સુધી વધારી હતી. ત્યારબાદ સીબીડીટીએ તેના આદેશમાં કહ્યું હતું કે કોરોના વાયરસ સંકટને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
#durga / 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલીસ્ટ સરિતા ગાયકવાડને બનાવ્યા dysp,…
#CoronaUpdate / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 1021 નવા કોરોના કેસ……
આકારણી વર્ષ 2019-20 માટે વિલંબિત અથવા સુધારેલા આઇટીઆર ફાઇલ કરવાની તારીખ 30 સપ્ટેમ્બર 2020 થી વધારીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી હતી. કોરોના સંકટને કારણે સરકારે આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે ચોથી વખતની મુદત લંબાવી છે.
bihar elections / ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બનતા પ…
