Covid-19/ રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કેસ

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને અમેરિકા આ વાયરસનું સૌથી વધુ ભોગ લેવાતો દેશ બન્યો છે.

Gujarat Others
Electionn 41 રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 424
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 268571
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 301
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 262172
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1991

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને અમેરિકા આ વાયરસનું સૌથી વધુ ભોગ લેવાતો દેશ બન્યો છે. આ વચ્ચે ભારત માટે છેલ્લા ઘણા સમયથી સારા સમાચાર આવી રહ્યા છે. વળી ગુજરાતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી આંક 500 થી નીચે આવી રહ્યો છે. જો કે મનપાની ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં વધારો ઝીંકાયો છે.

Corona Update / કોરોના વિશ્વના 25 લાખ લોકોને ભરખી ગયો, 11 કરોડ કોરોનાની ઝપટે ચડયા

રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે જ કોરોના વાયરસનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 301 દર્દીઓ ઠીક થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે આજે 1 દર્દીનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં 2 લાખ 68 હજાર 571 કેસ નોંધાયા છે.

Gujarat: જન્મ આપનારે 8 માસની દીકરી તરછોડી, પડોશીએ 8 વર્ષ સુધી કર્યો ઉછેર

ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીનાં પરિણામ આવ્યા છે. મહત્વનું છે કે અહીં ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર ચાલી રહ્યો હતો. જનતાની ભીડ જોવા મળી રહી હતી. તેની અસર હવે જોવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોનાનાં કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 1991 છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 2,62,172 દર્દીઓ ઠીક થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ