Not Set/ IND v/s SA LIVE : લંચ સુધી ભારતનો સ્કોર ૧૦૦ને પાર, કેપ્ટન કોહલી રમતમાં

જોહાનિસબર્ગ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ જોહાનિસબર્ગના વન્ડરર્સ સ્ટેડિયમમાં ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમે અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે રમતને આગળ ધપાવતા બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટના નુકશાને ૧૦૦ રન બનાવી લીધા છે. આ સાથે ભારતે લંચ સુધી લીડ ૯રનની લીડ હાંસલ કરી લીધી છે. આ […]

Sports
IND v/s SA LIVE : લંચ સુધી ભારતનો સ્કોર ૧૦૦ને પાર, કેપ્ટન કોહલી રમતમાં

જોહાનિસબર્ગ.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ જોહાનિસબર્ગના વન્ડરર્સ સ્ટેડિયમમાં ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમે અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે રમતને આગળ ધપાવતા બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટના નુકશાને ૧૦૦ રન બનાવી લીધા છે. આ સાથે ભારતે લંચ સુધી લીડ ૯રનની લીડ હાંસલ કરી લીધી છે. આ સમયે કેપ્ટન વિરાટ કોહલી ૨૭ રને રમતમાં હતો. બીજી ઇનિંગ્સમાં ઓપનર મુરલી વિજયે ૨૫, લોકેશ રાહુલ ૧૬ જયારે ચેતેશ્વર પુજારા ૧ રન બનાવીને આઉટ થયા હતા. આફ્રિકા તરફથી ઝડપી બોલર વેર્નોન ફિલેન્દરે ૨ જયારે કસિગો રબાડા અને મોર્કલે ૧-૧ વિકેટ ઝડપી હતી.

જયારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં ૧૯૪ રન ફટકાર્યા હતા.હાશિમ અમલા ૬૧ અને વેર્નોન ફિલેન્દરે ૩૧ રન બનાવ્યા હતા. જયારે ભારત તરફથી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે કારકિર્દીની પ્રથમવાર ૫ વિકેટ લીધી હતી.    આ ઉપરાંત ભુવનેશ્વર કુમારે ૩, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીએ ૧- ૧ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૭ રનનો સ્કોર ખડકયો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી ૫૪ અને ચેતેશ્વર પુજારા ૫૨ રને રમતમાં હતા. જયારે ભારતના અન્ય ૮ બેટ્સમેન ડબલ્સનો આકંડો પણ પાર કરી શક્યા હતા. દક્ષિણ આફ્રિકન ઝડપી બોલર કગીસો રબાળાએ ૩ જયારે મોર્કલ અને ફિલેન્દરે ૨-૨ વિકેટ ઝડપી હતી.