Not Set/ IND vs NZ 5th T20/ ન્યૂઝીલેન્ડનાં સુપડા સાફ, 5-0 થી ટીમ ઈન્ડિયાનો સીરીઝ પર કબજો

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પાંચમી અને અંતિમ મેચમાં હરાવી સીરીઝને 5-0 થી જીતી લીધી છે. અહી સૌથી નવાઇની વાત તો એ રહી કે સીરીઝની અંતિમ ત્રણ મેચોમાં બાજી ન્યૂઝીલેન્ડનાં પક્ષમાં જઇ શકતી હતી પરંતુ તેમના બેટ્સમેનોએ જીતને તેમની હારમાં ફેરવી દીધી હતી. 5️⃣ – 0️⃣ 👌🏻😎🔝🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #TeamIndia #NZvIND pic.twitter.com/pn0qTiwDHR— BCCI (@BCCI) February 2, 2020 અંતિમ મેચમાં […]

Top Stories Sports
india vs new zealand 5th t20 live india vs new zealand live score ind vs nz 5th t20 live score rohit sharma virat kohli2 730X365 IND vs NZ 5th T20/ ન્યૂઝીલેન્ડનાં સુપડા સાફ, 5-0 થી ટીમ ઈન્ડિયાનો સીરીઝ પર કબજો

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પાંચમી અને અંતિમ મેચમાં હરાવી સીરીઝને 5-0 થી જીતી લીધી છે. અહી સૌથી નવાઇની વાત તો એ રહી કે સીરીઝની અંતિમ ત્રણ મેચોમાં બાજી ન્યૂઝીલેન્ડનાં પક્ષમાં જઇ શકતી હતી પરંતુ તેમના બેટ્સમેનોએ જીતને તેમની હારમાં ફેરવી દીધી હતી.

અંતિમ મેચમાં ટીમમાં વિરાટ કોહલીનાં આરામ બાદ રોહિત શર્માને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. પરંતુ રોહિત પણ ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ કેએલ રાહુલને ભારતીય ટીમનાં કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્નાયુ ખેંચાયા હોવાના કારણે રોહિતને આરામ અપાયો હતો. રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી-20 મેચમાં ભારતે 20 ઓવરમાં ત્રણ વિકેટે 163 રન બનાવ્યા હતા.

વળી ન્યૂઝીલેન્ડે જવાબમાં નવ વિકેટે 156 રન બનાવી શક્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમે તેની ઓલરાઉન્ડ રમતનાં આધારે ન્યૂઝીલેન્ડને પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં સાત રનથી હરાવી દીધુ છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 163 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્માનાં 60, લોકેશ રાહુલનાં 45 અને શ્રેયસ ઐયરનાં અણનમ 33 નો સમાવેશ થાય છે.

જવાબમાં રમતા, યજમાન ટીમ રોસ ટેલર (53) અને ટિમ શેફર્ટ (50) ની અડધી સદી કરી હોવા છતાં, 20 ઓવરમાં નવ વિકેટે 156 રન બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 5-0થી જીતી લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે, જે બુધવારે શરૂ થશે.

ભારત

કે.એલ.રાહુલ, સંજુ સેમસન, રોહિત શર્મા(કેપ્ટન), શ્રેયસ અય્યર, શિવમ દૂબે, મનીષ પાંડે, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ

ન્યૂઝીલેન્ડ

માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, ટોમ બ્રુસ, રોસ ટેલર, ટિમ સિફર્ટ (વિકેટકીપર), મિશેલ સેંટનર, સ્કોટ કુગગેલેજન, ટીમ સાઉદી (કેપ્ટન), ઇશ સોઢી, હમિશ બેનેટ, ડેરિલ મિશેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.